ગરીબી દર હવે માંડ 5 ટકા: નીતિ આયોગ

India | 26 February, 2024 | 11:30 AM
કેન્દ્ર સરકારના ખર્ચ-વપરાશનાં આંકડાઓનાં આધારે નીતિ આયોગનુ અનૂમાન: હવે ક્ધઝયુમર પ્રાઈઝ ઈન્ડેકસ બદલાવવા સૂચન
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.26
ભારતમાં શહેરી અને ગ્રામ્ય ખર્ચનાં આંકડાઓનાં આધારે ગરીબીનાં સ્તરમાં મોટો ઘટાડો થયા હોવાનો દાવો નીતિ આયોગ દ્વારા કરવામાં આવ્યો છે. ગરીબી દર 5 ટકાની નજીક અથવા તેની પણ નીચે આવી ગયો હોવાનું અનુમાન છે.

નીતિ આયોગના સીઈઓ બી.વી.આર સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે શહેરી તથા ગ્રામ્ય નાગરીકોનાં ખર્ચનું અંતર ઘણુ ઘટી ગયુ છે.ડીમાંડ વપરાશમાં મોટો વધરો સુચવાય રહ્યો છે તેના આધારે દેશમાં ગરીબી દર નીચે આવ્યાનું મનાય છે.

ગ્રામ્ય વિસ્તારોમાં વંચીત લોકોની સંખ્યા લગભગ દુર થઈ ગયાનું પણ માની શકાય છે. કેન્દ્ર સરકારનાં આ આંકડા આવતા દિવસોમાં રિઝર્વ બેંક માટે પણ વ્યાજદર નકકી કરવામાં મદદરૂપ બની શકે છે. ગ્રામ્ય અર્થતંત્રમાં ધમધમાટ હોવા વિશે પ્રવર્તતી શંકા દુર થઈ ગઈ છે.

ગરીબી દરની વ્યાખ્યા વપરાશ ખર્ચનાં આધારે નકકી થતી હોય છે. 2017-18 માં ગરીબીનાં આંકડા જાહેર થયા ન હતા એટલે 2011-12 પછીનાં આ સૌથી લેટેસ્ટ આંકડા ગણી શકાય છે.

પરિવારોનાં વપરાશ ખર્ચ સંબંધી રીપોર્ટમાં એમ દર્શાવવામાં આવ્યું છે કે ખાદ્યચીજો અનાજ પાછળનો ખર્ચ નીચો આવ્યો, છે.જયારે ફ્રીઝ, ટેલીવીઝન, ફૂડ પેકેજ, ઠંડા પીણા, આરોગ્ય તથા પરિવહન ખર્ચમાં વૃધ્ધિ નોંધાઈ છે.

સર્વેમાં એમ જણાવાયું છે કે 2011-12 ની સરખામણીએ ગ્રામ્ય સ્તરે માથાદીઠ વપરાશ (જીવન જરૂરી) ખર્ચ 167 રૂા.1430 હતો તે 2022-23 માં 164 વધીને 3773 થયો છે. આજ રીતે શહેરી વિસ્તારોમાં રૂા.2630 થી 146 ટકા વધીને 6459 થયો છે. ગ્રામ્ય સ્તરે ખાદ્ય ચીજોના વપરાશ પાછળનો ખર્ચ ધીમો પડીને 46.4 ટકા થયો છે જે 2011-12 માં 53 ટકો હતો જયારે નોન-ફૂડ ખર્ચ 47.15 ટકાથી વધીને 54 ટકા થયો છે.

નીતિ આયોગનાં કહેવા પ્રમાણે પેકેજડ ફૂડ પીણા, દુધ અને ફ્રુટનો વપરાશ વધ્યો છે જે સમતોલ વપરાશનો સંકેત આપે છે. હવે નવા ક્ધઝયુમર પ્રાઈઝ ઈન્ડેકસ ઘડવાની જરૂર છે.

2014 માં રિઝર્વ બેંકના પુર્વ ગર્વનરે સી.રંગરાજનની પેનલે ગરીબી રેખા માટે ગ્રામ્ય સ્તરનો ખર્ચ રૂા.972 તથા શહેરોમાં રૂા.1407 સુચવ્યો હતો. છેલ્લા આંકડા એવુ સુચવે છે કે સૌથી નીચલા ક્રમની 5 થી 10 ટકાની વસતીનો સરેરાશ માસીક ખર્ચ ગ્રામ્ય સ્તરે 1864 તથા શહેરોમાં 2695 છે. ગરીબી રેખાને ધ્યાને લેતાં ગરીબી દર ઘણો નીચો આવી ગયાનું અનુમાન છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj