♣જવેલ્સ ઓફ સૌરાષ્ટ્રની સ્થાપના:પ્રતિભાવંતોને અનોખુ, પ્લેટફોર્મ મળશે: ટાઈબાધવા, ટચુકડા, પુસ્તક, કવિતા, મેડીકલ સર્જરી, ગણિત, ટ્રેકીંગ ક્ષેત્રમાં સિદ્ધિ
રાજકોટ,તા.30
માનવ એ ઈશ્વરની સર્વોત્તમ રચના છે, પરંતુ કેટલાક જુજ મનુષ્યો તો ઈશ્વરે એવા ઘડયા છે, જે સમગ્ર માનવજાતિ એક ચમત્કાર જેવા હોય છે, જેનામાં ઈશ્વરે કોઈ એક એવું અનોખું તત્વ મુકેલુ હોય છે. જે પૃથ્વી પરના તમામ અન્ય કરતા તેને જુદુ જ બનાવે છે.
ટૂંકમાં આવા લોકો પૃથ્વી પર ખુબ જ જુજ હોય છે. આવ જ લોકોના કાર્યને વિશ્વ કક્ષાએ ગીનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને રાષ્ટ્ર કક્ષાએ લિમ્કા બુક ઓફ રેકોર્ડઝ પોતાની પ્રતિષ્ઠિત રેકોર્ડ બુકમાં સ્થાન આપી તેઓનું બહુમાન કરે છે. સૌરાષ્ટ્ર એ તો સુરા અને ભક્તોની ભૂમિ તરીકે ઓળખાય છે.
જેનું પાટનગર એટલે રાજકોટ આપણું શહેર. રાજકોટ શહેર માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે અહીં એક નહિ પણ અનેક એવા વ્યક્તિઓ છે, જેઓએ કોઈ વિશિષ્ટ ક્ષેત્રમાં અનોખું ખેડાણ કરી ગીનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડઝમાં આપણા શહેરનું નામ રોશન કર્યુ છે, જે ખરેખર આજના સમયના જવેલ્સ ઓફ સૌરાષ્ટ્ર છે, જેઓનો જન્મ આ રાજકોટમાં થયેલ છે. જેઓના કાર્યનો થોડો પરિચય મેળવીએ.
1. ડો. દીપક શર્મા:- જેમને ટાઈમેન તરીકે ઓળખવામાં આવે છે. જેઓ એક પ્રતિષ્ઠિત રીટાયર્ડ બેંકર છે. જેઓને ને ટાઈ એકત્રિત કરવાનો અસાધારણ શોખ છે. 16 વર્ષના સમયગાળામાં તેમને 5800 ટાઈનો પ્રભાવશાળી સંગ્રહ કર્યો છે.
જેમાં એકપણ ટાઈનું પુનરાવર્તન થયેલ નથી. કેબીસી માં શ્રી અમિતાભ બચ્ચન સાહેબે પેહેરેલી વિશેષ ટાઈ પણ તેઓના આ અનોખા સંગ્રહમાં છે.
આ કૌશલ્યના કારણે તેઓનું નામ ગીનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, લિમ્કા બુક ઓફ રેકોર્ડઝ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડઝમા દર્જ કરવામાં આવ્યું છે. તેઓના એક નહી પણ આવા અનેક વિશ્વવિક્રમો છે.
2. નિકુંજ વાગડિયા:- રાજકોટના વિશ્વ પ્રખ્યાત મીનીએચર આર્ટીસ્ટ, આંતરાષ્ટ્રીય પતંગવીર, બાળ કેળવણીકાર, એજ્યુકેશનલ ટોય રોસર્ચર અને ઇનોવેટર અને બાળ છબીકલાકાર (ફોટોગ્રાફર) છે.
જેઓએ હથેળીમાં સમાઈ જાય, તેવડા કદના આશરે 300 ટયુકડા પુસ્તકો નરી આંખે લખી; ગીનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડઝમા નામ દર્જ કરાવ્યું છે.
તેઓ આ ક્ષેત્રે રેકોર્ડ દર્જ કરાવનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ છે. જેમાં તલના દાણા જેવડું વિશ્વનું સુક્ષ્મતમ પુસ્તક પણ સમાવિષ્ટ છે ઉપરાંત અંગુઠા જેવડા કદના રામાયણ, મહાભારત અને કુરાનનાં પુસ્તકો શામેલ છે.
3. મીનું જસદણવાલા: સમાજના સહયોગથી આશરે 550 જેટલા નિસહાય બાળકોને સાઇકલની ભેટ ખપાવી શાળાએ જતા કર્યા છે તેઓ અનેક અબોલા જીવોનું હાલતું - થાવતું મદદ કેન્દ્ર છે. તેબો સૌ પ્રથમ એશિયન છે કે જેઓએ 2500 કવિતાઓનો એક વર્ષ જેટલા ટૂંકાગાળામાં મુખપાઠ કરી ઓડીઓ રેકોર્ડીંગ કર્યું છે.
4. ડો. હિમાંશુ ઠક્કર:- તાજેતરમાં જ તેમણે એક દર્દીના નાકમાંથી દૂરબિન વડે 8 ભળત ડ્ઢ 2.5 ભળત મોટો મસો કાઢી મેડીકલ મારવેલ શ્રેણીમાં લિમ્કા બુક ઓફ રેકોર્ડઝમાં પોતાનું નામ દર્જ કરાવ્યું છે. આ ઉપરાંત તેઓએ ઇન્ડીયા બુક ઓફ રેકોર્ડઝમાં પણ રેકોર્ડ નોંધાવ્યો હતો.
5. વિશાલ નાગાણી:- ગાણિતિક ગણતરીઓમાં અઈં ને પણ હંફાવી દેતો માનવી એટલે આપણા રાજકોટનો વિશાલ નાગાણી. જે એક થી સો કરોડ સુધીના કોઇપણ ગુણાકાર કમ્પ્યુટર ગણી આપે તે પહેલા, તમને મોઢે જ કરી આપે છે !! લિમ્કા બુક ઓફ રેકોર્ડઝ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડઝમાં નામ દર્જ કરાવ્યું છે.
6. બીટુ ગાંધી:- હાડકાં મેડીકલ મિસ્ટ્રી જેવા છે. જેઓ પોતાનો પંજો કોઈપણ વિશેષ પ્રયત્ન કે તકલીફ વિના 180 અંશના ખૂણે પગ વાળી ઉલટા પગે આગળ અને પાછળ ચાલવા જેવા વિરલ કૌશલ્યનો સમાવેશ થાય છે.
આ અંતર્ગત પગને 180 અંશના ખૂણે વાળી 2085 પગલા ઉલટા ચાલવા માટે તેઓનો નામે લિમ્કા બુક ઓફ રેકોર્ડઝમાં અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડઝમાં રાષ્ટ્રીય વિક્રમ દર્જ થયેલ છે. તો વળી, અમેરિકાની પ્રતિષિત રોપ્લીઝ બીલીવ ઇટ ઓર નોટ સંસ્થા દ્વારા વિશ્વ કક્ષા એ તેઓની સિદ્ધિ પ્રકાશિત કરવામાં આવી છે.
7. હરેશ ઝવેરી:- ફુરસદના સમયમાં બાઈકિંગ, સાઈકલીંગ, સ્વીમીંગ અને ટ્રેકિંગ જેવો અનોખો શોખ ધરાવે છે. કાશ્મીરના લેહ-લદાખ વિસ્તારના સૌથી દુર્ગમ અને વિશ્વમાં સૌથી ઉંચા કહેવાતા 18,380 ફૂટ ઊંચા દુર્ગમ રસ્તા પર બાઈક દ્વારા જવાનો તેઓનો ગ્રુપ રેકોર્ડ લિમ્કા બુક ઓફ રેકોર્ડઝમાં નોમીનેટ થયેલ છે.
રાજકોટના રત્નો: રાજકોટનાં વિવિધ ક્ષેત્રોમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તથા લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરનાર ડો.દિપક શર્મા, નિકુંજ વાગડિયા, મનુ જસદણવાળા, ડો.હિમાંશુ ઠકકર, વિશાલ નાગાણી, બીટુ ગાંધી, હરેશ ઝવેરીએ ‘સાંજ સમાચાર’ કોર્પોરેટર હાઉસ ખાતે તંત્રીશ્રી પ્રદિપભાઈ શાહની મુલાકાત લઈ તેઓ સમક્ષ પોતાની વિશિષ્ટ પ્રતિભાવંત સિદ્ધિ દર્શાવી હતી.આ તકે તંત્રીશ્રી પ્રદિપભાઈ શાહે તમામને બિરદાવી અભિનંદન આપ્યા હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy