રૂપાલાના નિવેદન અંગેનો રિપોર્ટ ચૂંટણીપંચને મોકલવા કલેકટર દ્વારા તૈયારી

Saurashtra | Rajkot | 02 April, 2024 | 04:52 PM
આચારસંહિતા ભંગના મામલે ઉઠેલી ફરિયાદ બાદ તપાસ પૂર્ણ કરતું વહીવટી તંત્ર
સાંજ સમાચાર

રાજકોટ,તા.2
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદન-ટીપ્પણીના મામલે સૌરાષ્ટ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠયો છે. રાજકોટ બેઠક પરથી રૂપાલાને હટાવવાની માંગણી સાથે ક્ષત્રિય સમાજ દ્વારા છેલ્લા આઠ દિવસથી આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે.

આ પ્રકરણમાં આચારસંહિતાનો ભંગ થયાની ઉઠેલી ફરીયાદો બાદ આ અંગેની તપાસ રાજકોટ કલેકટર તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે અને આ અંગેનો રીપોર્ટ ચૂંટણીપંચને રવાના કરવા માટે કલેકટર પ્રભવ જોશી દ્વારા તૈયારી કરવામાં આવી છે. સાંજ સુધીમાં આ રીપોર્ટ ચૂંટણી પંચના હવાલે કરી દેવામાં આવનાર છે.

અહીં એ ઉલ્લેખનીય છે કે, પરસોતમ રૂપાલાના નિવેદનના મામલે ચૂંટણીપંચમાં અગાઉ ફરીયાદ થતા ચૂંટણીપંચ દ્વારા રાજકોટ જીલ્લા કલેકટર પ્રભવ જોશીને આ પ્રકરણમાં તપાસ કરવા માટે આદેશ આપેલ હતા.

જે બાદ કલેકટર પ્રભવ જોશી દ્વારા આચારસંહિતાના નોડલ ઓફીસર અને ડે.મ્યુનિ. કમિશ્નર સ્વપનીલ ખરેને તપાસ સુપ્રત કરી હતી. તેની સાથોસાથ પ્રાંત-2 અધિકારી નિશા ચૌધરીને પણ તપાસ કરવા આદેશ આપવામાં આવેલ હતો.

આ પ્રકરણમાં અગાઉ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોતમ રૂપાલાના નિવેદનની ઓરીજનલ રેકોર્ડેડ સીડી કબ્જે કરવામાં આવી હતી. જે બાદ આ અંગેની તપાસ પૂર્ણ કરી જીલ્લા કલેકટર પ્રભવ જોશીને આ અંગેનો રીપોર્ટ ગઈકાલે મોડી સાંજના બંધ કવરમાં સોંપાયા બાદ કલેકટર પ્રભવ જોશી દ્વારા આ રીપોર્ટ ચૂંટણીપંચને રવાના કરવા માટે તૈયારી શરૂ કરી છે. અને સાંજ સુધીમાં ચૂંટણીપંચને રીપોર્ટ સબમીટ કરી દેવામાં આવનાર હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj