નવી દિલ્હી તા.18
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)વ્યાજ સ્થિતિકરણ રિઝર્વ ફંડ બનાવવા પર વિચાર કરી રહ્યું છે.જેનાથી બધા પ્રકારનાં ઉતાર-ચડાવ દરમ્યાન પીએફ ખાતામાં જમા રકમ પર નિશ્ચિત વ્યાજ આપવામાં આવશે.ફંડ બનાવવાથી લઈને શ્રમ તેમજ રોજગાર મંત્રાલય અને ઈપીએફઓના અધિકારી આંતરીક રીતે અભ્યાસ કરી રહ્યા છે.
મામલા સાથે સંકળાયેલા અધિકારી જણાવે છે કે ઈપીએફઓ પીએફ ફંડના કેટલોક ભાગ બજારમાં રોકાણ કરે છે. ઘણીવાર સંગઠનને એકસચેંજ ટ્રેડેડ ફંડ (ઈટીએફ) અને અન્ય રોકાણ પર ઓછુ રિટર્ન મળે છે જેનું નુકશાન સીધી રીતે ઈપીએફઓ સભ્યોને પણ ઉઠાવવો પડે છે.
ખાસ કરીને જયારે શેરબજારમાં ચડાવ-ઉતાર થાય છે તો તેની અસર ઈપીએફઓને રોકાણ પર મળનારી રકમ પર પણ થાય છે.ઓછા રિટર્નની સ્થિતિમાં ઈપીએફઓએ પીએફનાં વ્યાજ દરોમાં કપાત કરવી પડે છે.
આગામી કેટલાંક મહિનામાં નિર્ણય સંભવ:
ફંડ બનાવવાને લઈને ચાલી રહેલી વાતચીત હજુ પ્રારંભીક દોરમાં છે. દરેક વસ્તુઓનું બારીકીથી અધ્યયન બાદ રિપોર્ટ તૈયાર કરાશે. જો બધુ યોજના મુજબ રહ્યું તો આગામી 4 થી 6 મહિનામાં ફંડ બનાવવા પર અંતિમ નિર્ણય થઈ શકે છે.
આ રીતે કામ કરશે પ્રસ્તાવિત યોજના:
આ સ્થિતિનો સામનો કરવા માટે ઈપીએફઓની યોજના એવુ ફંડ બનાવવાની છે જે રોકાણ પર મળનાર રિટર્નને સ્થિર રાખશે. આથી ઈપીએઈઓના સભ્યોને સ્વિટ દરે વ્યાજ ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે.
સુત્રો બતાવે છે કે ,પ્રસ્તાવિત યોજના અંતર્ગત દર વર્ષે મેળવેલ વ્યાજથી બાકીનાને અલગ કરીને એક અનામત કોષ બનાવવામાં આવશે. જેનો ઉપયોગ કોઈપણ વર્ષે નિરંતર અને સ્થિર વ્યાજ દર નિશ્ચિત કરવા માટે કરવામાં આવી શકે છે. આથી શેરબજારમાં કોઈપણ સ્થિતિમાં અસંગત દરમાં કપાતને રોકવામાં મદદ મળશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy