રાજકોટ જગન્નાથ મંદિર દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારી શરૂ : પવિત્ર રથનું પૂજન કરાયું

Dharmik | Rajkot | 11 May, 2024 | 03:21 PM
સાંજ સમાચાર

રાજકોટ જગન્નાથ મંદિર દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારી શરૂ કરવામાં આવી છે. શુક્રવારે અખાત્રીજના દિવસે પવિત્ર રથની પૂજા કરવામાં આવી. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના ત્રણેય રથને વિશેષ શણગાર કરવામાં આવ્યો. અખાત્રીજના દિવસે ભગવાન જગન્નાથના રથ સહિત ત્રણેય રથની વિશેષ પૂજા અને મંત્રોચ્ચાર સાથે વિધિ કરવામાં આવી હતી તેમજ રથની આરતી પણ કરવામાં આવી હતી. જગન્નાથ મંદિરના મહંત અને અન્ય મહાનુભાવો દ્વારા પૂજન કર્યું હતું. રથયાત્રા નીકળે તે પહેલાં રથનું સમારકામ કરવામાં આવતું હોય છે .

તે સમારકામની શરૂઆત અખાત્રીજના દિવસથી કરવામાં આવે છે. ભગવાનની જ્યારે રથયાત્રા નીકળે છે ત્યારે રથ પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર હોય છે. રથયાત્રા નીકળે તે પહેલાંની વિધિઓ હવે શરૂ થઈ જશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj