જામનગર તા.19
જામનગરમાં 2020ની સાલમાં બહુ ગાજેલી સ્વામીનારાયણનગર-નવાગામ ઘેડથી ગાંધીનગર સુધીની ડેવલપમેન્ટ પ્લાન (ડીપી) કપાતનું ભુત ફરી ધુણ્યું છે. જ્યાં સંખ્યાબંધ મકાનો સંપુર્ણ કપાતમાં જતા હોવાથી લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. આ મામલે અગાઉ જેમ કાનુની લડત થઈ હતી. તે દિશામાં વિચારણા કરવા પબ્લિક મીટીંગનું આગામી સમયમાં આયોજન કરવા તજવીજ ચાલી રહી છે.
મ્યુ. તંત્ર દ્વારા ડીપી કપાતની કુલ ળવ સ્થળોએ કરવાની થતી અમલવારીની સંખ્યાબંધ કામગીરીઓ વર્ષોથી હજી પુરી કરવામાં આવી નથી અને પેન્ડિંગ કામગીરીને મુકીને સીધી 72 નંબરની કપાતની કામગીરી હાથ ધરવા તંત્ર દ્વારા ગાંધીનગરમાં શક્તિમાતાના મંદિર પાછળ ગાયત્રીનગર સહિતના વિસ્તારોમાં 100થી વધુ લોકોને ડીપી કપાત કામગીરીની 10 દિવસની મુદ્દત બંધી નોટીસો ઘરે-ઘરે જઈને આપવામાં આવી છે. તંત્ર દ્વારા પ્રથમ તબક્કામાં 250 અને કુલ 330 જેટલા આસામીઓને નોટીસો આપવામાં આવશે.
જેમાં અમુક મકાનોની કમ્પાઉન્ડ વોલ, અમુકના રૂમો અને 80 જેટલા આખા મકાનો કપાતમાં આવતા હોવાનું લોકો જણાવે છે. તેથી આવી નોટીસોથી લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. આ કામગીરી મુળભુત રીતે 2020માં શરુ થઈ હતી.
જે બાદ રેલી સ્વરુપે લોકોએ રજુઆતો કરી હતી. હાઈકોર્ટમાં પણ મામલો ગયો હતો. શરુમાં 30 મીટર ડીપી રોડ કાઢવાની વાત હતી. પરંતુ તેમાં મોટી સંખ્યામાં મધ્યમ અને નિમ્ન-મધ્યમ વર્ગના મકાનો જતા હોવાની રજુઆતો બાદ આ રોડ પર 12 મીટરની કપાત કરવા સ્ટે. કમિટીએ ઠરાવ કર્યો હતો. હવે આગામી દિવસોમાં આ મામલે લોક લડત થાય છે કે, કાનુની જંગ થાય છે કે, તંત્રની કપાત થાય છે. તે સામે આવશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy