શનાળા ગામે ભગડા મામા સર્કલ ખાતે ઓવરબ્રીજ બનાવવા CM ને રજૂઆત

Local | Morbi | 26 February, 2024 | 03:36 PM
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ) 
મોરબી તા.26

 

મોરબી નજીકના શનાળા ગામે ભગડા મામાનું મંદિર આવેલ છે ત્યાં ઓવરબ્રીજ બનાવવામાં આવે તો ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને મુક્તિ મળે તેમ છે જેથી આ મુદે સામાજિક કાર્યકર દ્વારા સીએમને લેખીત રજૂઆત કરવામાં આવી છે.

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ વીરપર ગામે રહેતા સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે, શનાળા ગામે ભગડા મામા ચાર રસ્તા પર અવારનવાર ટ્રાફિક જામ થાય છે જેથી લોકોને હેરાન થવું પડે છે જેથી અકસ્માત અને ટ્રાફિકની સમસ્યા નિરવરવા માટે ત્યારે ભગડા મામા ચાર રસ્તા ખાતે ઓવરબ્રીજ બનાવવામાં આવે તે જરૂરી છે જેથી કરીને વહેલી તકે ઓવરબ્રીજ બનાવવામાં આવે તેવી લોકો વતી તેને માંગ કરેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj