નવી દિલ્હી:
પહેલગામ હુમલાના પગલે સર્જાયેલા લશ્કરી સહિતના તનાવ અને ભારત હવે નિર્ણાયક બની રહ્યું છે તે વચ્ચે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો રશિયા પ્રવાસ રદ કરાયો છે. શ્રી મોદી તા.9 મે ના રોજ રશિયાની વિકટરી ડે પરેડમાં મુખ્ય અતિથિ હતા.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટીનના ખાસ આમંત્રણથી શ્રી મોદી તેમાં ભાગ લેવાના હતા પણ હાલની પરીસ્થિતિ જોતા શ્રી મોદીનો રશિયા પ્રવાસ રદ કરાયો છે તથા તેમાં સતત દેશમાંજ હાજર રહેશે. આ ઉપરાંત હવે દિલ્હીમાં યુદ્ધ જેવી સ્થિતિનો માહોલ છે. સૈન્ય વડામથક અને સરકારની ઉચ્ચ કચેરીઓમાં ભારે દોડધામ છે. સરકાર તમામ મોરચે તૈયારી કરી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy