જામનગરમાં હજારો લોકોનું અભિવાદન ઝીલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Local | Jamnagar | 26 February, 2024 | 03:34 PM
સાંજ સમાચાર

વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત માટે હાલારની ધરતી પર પધારેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો જામનગર ખાતે ભવ્ય રોડ-શો યોજાયો હતો. દિગ્જામ સર્કલથી ઓસવાળ સેન્ટર સુધી યોજાયેલા આ જાજરમાન રોડ શોમાં પ્રધાનમંત્રીને આવકારવા બહોળી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. પ્રધાનમંત્રીની એક ઝલક નિહાળવા સમગ્ર રૂટ પર હજારો જામનગરવાસીઓ એકત્રિત થયા હતા.

રોશનીથી ઝળહળતા શહેરના રાજપથ પર વડાપ્રધાનનો કાર કાફલો પસાર થતા જ ઉપસ્થિત લોકોએ તિરંગા લહેરાવી, ભારત માતા કી જય, ’વંદે માતરમ’ સહિતના સુત્રોચ્ચાર કરીને તેમના પ્રત્યેનો બહોળો પ્રેમ વ્યક્ત કર્યો હતો.વડાપ્રધાનશ્રીએ પણ હાથ હલાવી એટલી જ સહૃદયતાથી જામનગરવાસીઓએ વ્યક્ત કરેલ આ પ્રેમનો સહર્ષ સ્વીકાર કર્યો હતો.

રોડ-શોના રુટ પર વિવિધ સ્થળોએ ઉભા કરવામાં આવેલ સ્ટેજ પરથી અનેક કલાકારોએ કાઠિયાવાડી સંસ્કૃતિની ઝાંખી કરાવતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સમગ્ર રોડ-શોમાં વિવિધ રંગો પૂર્યા હતા. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj