₹6 કરોડનાં ખર્ચે રિનોવેશન કરાયેલા ગોંડલનાં હેરિટેજ રેલ્વે સ્ટેશનનું તા.૨૬નાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચુઅલ ઉદ્ઘાટન કરશે

Saurashtra | Gondal | 24 February, 2024 | 07:45 PM
સાંજ સમાચાર

(અહેવાલ : જીતું આચાર્ય, ગોંડલ) ગોંડલ તા.24 : અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ૫૫૪ રેલ્વે સ્ટેશનનાં પુન:વિકાસ તથા ૧૫૦૦ રોડ ઓવરબ્રિજ, અડરપાસનાં શિલાન્યાસ લોકાર્પણ અંતર્ગત રૂ.6 કરોડનાં ખર્ચે રિનોવેશન કરાયેલા ગોંડલનાં હેરિટેજ રેલ્વે સ્ટેશનનું વર્ચુઅલ ઉદ્ધાટન તા.૨૬ સોમવારનાં સવારે ૧૦:૪૫ કલાકે દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં હસ્તે થનાર છે. રેલ્વેનાં ભાવનગર ડીવીઝન મેનેજરના માર્ગદર્શન હેઠળ યોજાનાર કાર્યક્રમમાં ભાવનગર ડીવીઝનનાં સિનિયર અધિકારી શ્રી રમેશચંદ્ર મીના ઉપરાંત સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જાડેજા સહિત આગેવાનો ઉપસ્થિત રહેનાર છે. ગોંડલ મહારાજા સર ભગવતસિહ સૌરાષ્ટ્રમાં રેલ્વેનાં પાયોનિયર ગણાય છે. સૌરાષ્ટ્રમાં પ્રથમ રેલ્વે શરુ કરવાનું બહુમાન સર ભગવતસિંહજીને ફાળે જાય છે. ગોંડલનાં રેલ્વે સ્ટેશનની સ્થાપનાં ભગવતસિહજી બાપુ દ્વારા સને ૧૯૩૨માં કરાઇ હતી. તે પહેલા હાલ નગરપાલિકા કચેરી જ્યાં બેસે છે તે બિલ્ડીંગ રેલ્વે સ્ટેશન હતુ. સુવર્ણ મહોત્સવ નગર વેળા સ્ટેશન પ્લોટનાં વિસ્તરણ સમયે હાલનું રેલ્વે સ્ટેશન બંધાયુ હતુ. ગોંડલ તથા જેતલસરનાં રેલ્વે સ્ટેશન હેરિટેજની વ્યાખ્યામાં હોય બિલ્ડીંગની તોડફોડ વગર રિનોવેશન કરાયા છે. ગોંડલ રેલ્વે સ્ટેશનમાં ત્રણ પ્લેટફોર્મને ઉંચા લેવાયા છે. અને બે પ્લેટફોર્મને લંબાવાયા છે. ઉપરાંત પે એન્ડ યુઝ ટોઇલેટ, એસી.વેઇટિંગ રૂમ, ઇન્ડીકેટર, એનાઉન્સમેન્ટ, એક થી બીજા પ્લેટફોર્મ પર જવા આવવા સબ-વે સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે. ગોંડલ રેલ્વે સ્ટેશન પર રોજીંદા ૧૮ થી ૨૦ ટ્રેન તથા ૮ થી ૧૦ ગુડ્સ ટ્રેન ની અવરજવર રહે છે.ત્યારે રેલ્વે સ્ટેશનની નવી સુવિધાઓ ગોંડલ પંથક માટે આશિર્વાદ રૂપ બનશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj