રોડ-શોનાં રૂટ પર વડાપ્રધાન મોદી પર પુષ્પવર્ષા કરાશે: કલાકારો દ્વારા રાસ-ગરબા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોની બોલશે રમઝટ

ચૂંટણી પૂર્વે સૌરાષ્ટ્રની છેલ્લી સભામાં વડાપ્રધાન રેકોર્ડબ્રેક રકમના પ્રોજેકટના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે

Gujarat, Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 22 February, 2024 | 05:58 PM
રાજકોટના 3291 કરોડના વિકાસ પ્રોજેકટોનો સમાવેશ: સૌરાષ્ટ્રના 10 જીલ્લાના કાર્યક્રમમાં એક લાખની જનમેદની ઉમટી પડશે
સાંજ સમાચાર

►  લોકસભાની ચૂંટણી પ્રચારનો શંખનાદ ફૂંકાશે: તૈયારીઓને અપાયો આખરીઓપ :વડાપ્રધાનની જનસભામાં બપોરના 2-30 વાગ્યાથી અપાશે એન્ટ્રી

રાજકોટ તા.22
 વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આગામી તા.25ને રવિવારે રાજકોટ ખાતે ભવ્ય રોડ-શો તેમજ જંગી જાહેરસભામાં વિકાસ પ્રોજેકટોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરનાર હોય જેનો આંકડો હજારો કરોડને પાર થનાર છે. જેને રાજકોટ જીલ્લા કલેકટર પ્રભવ જોશીએ પણ સમર્થન આપી આજે જણાવ્યું હતું કે, આ વિકાસ પ્રોજેકટોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની ફાઈનલ યાદી સીએમઓ-પીએમઓ કાર્યાલયને મોકલી દેવામાં આવી છે. સંભવત: આજે સાંજ સુધીમાં ફાઈનલ થઈ જશે.

 અહીં એ ઉલ્લેખનિય છે કે લોકસભાની આગામી ચૂંટણી પૂર્વે સૌરાષ્ટ્રના 10 જીલ્લાઓ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આ કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ છે. જેમાં એક લાખ ઉપરાંતની જનમેદની ઉમટી પડશે. વડાપ્રધાન મોદીના આ કાર્યક્રમને પગલે લોકસભાની ચૂંટણીનો શંખનાદ ફૂંકાશે. ચૂંટણીપંચ દ્વારા લોકસભાની ચૂંટણીનું જાહેરનામું આગામી માર્ચ માસના બીજા સપ્તાહમાં જાહેર થનાર છે.

 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટના 3291 કરોડ સહિત હજારો કરોડના વિકાસ પ્રોજેકટોના લોકાર્પણો અને ખાતમુહૂર્ત કરનાર હોય આ અંગેની તમામ તૈયારીઓને વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ આપી દેનાર છે. દરમ્યાન આ અંગે જીલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે રાજકોટ શહેર-જીલ્લાના વિકાસ પ્રોજેકટોના જે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનાર છે તેમાં 40 કરોડના ખર્ચે જેટકોના વીજ સબ સ્ટેશનોનું લોકાર્પણ કરવામાં આવશે.

તેની સાથોસાથ પરાપીપળીયા ખાતે રૂા.1195ના નિર્માણ પામેલ એઈમ્સ, 120 કરોડના ખર્ચે સીવીલ હોસ્પિટલ નજીક નિર્માણ કરાયેલ ઝનાના હોસ્પિટલ, 42 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરાયેલા રોડ-રસ્તા, 1399ના ખર્ચે તૈયાર કરાયેલ સુરેન્દ્રનગર-રાજકોટ ડબલીંગ પ્રોજેકટ, 109 કરોડના ખર્ચેના રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કામો સહિત 3291 કરોડના રાજકોટના વિકાસ પ્રોજેકટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવશે.

 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કૃષ્ણનગરી દ્વારકાથી હેલીકોપ્ટર મારફત નિકળી બપોરના 3-20 કલાકે એઈમ્સ ખાતે આવશે. જેને અનુલક્ષીને એઈમ્સ ખાતે વધુ બે હેલીપેડ તૈયાર કરી દેવામાં આવેલ છે. અહીં એ ઉલ્લેખનીય છે કે એક હેલીપેડ અહીં તૈયાર હતું જેમાં વધુ બે નવા હેલીપેડનો ઉમેરો કરવામાં આવેલ છે.

 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારકાથી બપોરના 3-30 કલાકે એઈમ્સ ખાતેના હેલીપેડ પર ઉતરાણ કર્યા બાદ બપોરના 3-30થી 3-45 કલાક સુધી એઈમ્સની વિઝીટ કરશે જે બાદ જે બાદ ત્યાંથી 4 વાગ્યે રવાના થઈ 4-20 કલાકે જુના એરપોર્ટ પર પહોંચશે.

જુના એરપોર્ટથી 4-25 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્ય રોડ-શોનો પ્રારંભ થશે. જેઓ આ રોડ શો દરમ્યાન લોકોનું અભિવાદન ઝીલતા 4-45 કલાકે રેસકોર્ષ ગ્રાઉન્ડ પર જાહેરસભાના સ્થળ પર પહોંચી પબ્લીક વચ્ચેથી એન્ટ્રી લઈ મંચ પર આવી પહોંચશે.

 વડાપ્રધાનની આ જાહેરસભા માટે 11 સ્થળે એન્ટ્રીગેટ મુકવામાં આવેલ છે તેમજ વીવીઆઈપી માટે 11 બ્લોક અને સામાન્ય લોકો માટે 39 બ્લોક તૈયાર કરવામાં આવેલ છે. વડાપ્રધાન મોદી રાજકોટ ખાતેથી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના 11 હજાર કરોડના વિકાસ પ્રોજેકટોનું પણ લોકાર્પણ કરશે જેમાં રૂા.6315 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ રાજકોટ સહિત દેશની પાંચ જેટલી એઈમ્સનું પણ લોકાર્પણ કરનાર છે. કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનની આ જાહેરસભામાં બપોરના 2-30 કલાકથી લોકોને એન્ટ્રી આપવામાં આવશે.

 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રાજકોટમાં આ ત્રીજો રોડ શો યોજાઈ રહ્યો છે. 800 મીટરના આ રોડ શોને જાજરમાન અને ભવ્ય બનાવવા માટે વિવિધ સંસ્થાઓને જવાબદારી સોંપી દેવામાં આવી છે. રોડ શોના રૂટ ઉપર ઠેર ઠેર આકર્ષક કમાનો અને સ્ટેજ ઉભા કરવામાં આવેલ છે.

જેમાં 20 જેટલી સંસ્થાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ઠેર ઠેર અભિવાદન કરી તેમના ઉપર પુષ્પવર્ષા કરવામાં આવશે. આ ઉપરાંત આ રોડ શો દરમ્યાન વિવિધ સંસ્થાઓના કલાકારો દ્વારા રાસ-ગરબા, નૃત્ય, સહિતના અવનવા કાર્યક્રમો રજુ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું અભિવાદન કરશે.

આ તમામ કાર્યક્રમોને વહીવટી તંત્ર દ્વારા આખરીઓપ અપાઈ ચૂકયો છે. કલેકટર કચેરી ખાતે ગઈકાલ બાદ આજે પણ વિવિધ સંસ્થાઓના હોદેદારો અને અધિકારીઓ સાથે બેઠકોનો ધમધમાટ સતત શરૂ રહેવા પામેલ હતો.

► વડાપ્રધાનની સભામાં મુખ્યમંત્રી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ
આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા શનિવારે જ રાજકોટ આવી પહોંચશે

 વડાપ્રધાનની સભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા તેમજ રાજય સરકારના મંત્રીઓ ઋષિકેશભાઈ પટેલ, કનુભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળીયા, ભાનુબેન બાબરીયા સહિતના મંત્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે.  જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા આગામી શનિવારે જ રાજકોટ ખાતે આવી પહોંચનાર છે તેમ કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું.

► વડાપ્રધાનના કાર્યક્રમના આમંત્રણ કાર્ડના ફોર્મેટને પીએમઓ કાર્યાલય દ્વારા મંજુરી: હવે વિકાસ પ્રોજેકટોના ફાઈનલ આંકડાની પ્રતિક્ષા

અગાઉ મહેસાણાના વિકાસ પ્રોજેકટોના આંકડામાં ભૂલો રહેતા આમંત્રણ કાર્ડ રદ્દ કરાયા હતા

 વડાપ્રધાનના રાજકોટના કાર્યક્રમ અંગેના આમંત્રણ કાર્ડનું ફોર્મેટ તૈયાર કરી જીલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા સીએમઓ તથા પીએમઓ કાર્યાલયને મોકલી દેવામાં આવેલ છે.  કલેકટર પ્રભવ જોશી દ્વારા આમંત્રણ કાર્ડના અલગ અલગ પાંચ ફોર્મેટ સીએમઓ અને પીએમઓ કાર્યાલયને મોકલવામાં આવેલ છે.

જેમાં કલેકટર પ્રભવ જોશીના પસંદગીના ફોર્મેટને પીએમઓ કાર્યાલય દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે. હવે વિકાસ પ્રોજેકટોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના ફાઈનલ આંકડાની પ્રતિક્ષા કલેકટર તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.

વિકાસ પ્રોજેકટના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો ફાઈનલ આંકડો મળ્યે આજે સાંજ સુધીમાં આમંત્રણ કાર્ડ પ્રિન્ટીંગ કરવા માટે આપી દેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.  અહીં એ ઉલ્લેખનીય છે કે અગાઉ રાજકોટ ખાતે મહેસાણાના વિકાસ કામોના લોકાર્પણના આમંત્રણ કાર્ડના પ્રિન્ટીંગ કરવામાં આવેલ હતા. પરંતુ તેમાં લોકાર્પણનો આંકડો ખોટો દર્શાવાતા આ પ્રિન્ટીંગ કાર્ડ રદ કરવામાં આવેલ હતા.

► રાજકોટ સહિત દેશની પાંચ એઈમ્સનું થશે લોકાર્પણ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના 11 હજાર કરોડના પ્રોજેકટો પ્રજાને સમર્પિત થશે

 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટ ખાતેથી હજારો કરોડના વિકાસ પ્રોજેકટોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કરનાર છે જેમાં રાજકોટ એઈમ્સ સહિત દેશની પાંચ એઈમ્સનું લોકાર્પણ પણ કરનાર છે.
 જીલ્લા કલેકટર પ્રભવ જોશીએ આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રાજકોટ એઈમ્સની સાથે પશ્ર્ચિમ બંગાળના કલ્યાણી તેમજ આંધ્રપ્રદેશના મંગળાગીરી ઉપરાંત પંજાબના ભટીંડા અને યુપીના રાયબરેલી ખાતે નિર્માણ પામેલ એઈમ્સનું પણ તેઓ ઈ-લોકાર્પણ કરનાર છે. તેઓએ જણાવ્યું હતું કે આ તકે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના 11 હજાર કરોડના પ્રોજેકટો પણ વડાપ્રધાન મોદી પ્રજાને સમર્પિત કરનાર છે.

◙ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા.25ને રવિવારે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની મુલાકાત લેનાર હોય વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓમાં ગુંથાઈ ગયું છે. વડાપ્રધાન મોદીનો જુના એરપોર્ટથી રેસકોર્ષ ગ્રાઉન્ડ સુધી 800 મીટરનો ભવ્ય રોડ-શો આયોજીત કરવામાં આવેલ હોય અધિકારીઓ દ્વારા આ રોડ-શોનાં રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીના અભિવાદન માટે રોડ-શોનાં રૂટ પર ઠેર-ઠેર વિવિધ સંસ્થાઓ દ્વારા કમાનો, મંડપ ઉભા કરી દેવામાં આવેલ છે તે તસ્વીરી ઝલક.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj