વડોદરાના જાણીતા બિલ્ડર ગંગા નદીમાં તણાઈ ગયા: 60 કી.મી. દુરથી મૃતદેહ હાથ લાગ્યો

Gujarat | Vadodara | 17 February, 2025 | 04:37 PM
સાંજ સમાચાર

વડોદરાના જાણીતા અને મોટાગજાના ગણાતા બિલ્ડર સમીર શાહ ઋષિકેશમાં ગંગા નદીમાં તણાઈ ગયા હતા અને ઘટનાના 60 કલાક બાદ મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાથી બિલ્ડરલોબી તથા સમાજમાં શોકની લાગણી ફરી વળી હતી.

વડોદરામાં સારૂ નામ ધરાવતા સનસીટી ગ્રુપના બિલ્ડર સમીર શાહ મિત્રની પુત્રીના લગ્નમાં ઋષિકેશ ગયા હતા. આ દરમ્યાન મિત્રો સાથે દેવપ્રયાગ સંગમમાં સ્નાન માટે ગયા હતા ત્યારે એકાએક પણ લપસતા હાથમાંથી સાંકળ પણ છુટ્ટી ગઈ હતી.

આ ઘટના બાદ તુર્ત ફાયરબ્રિગેડ તથા તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી હતી. કલાકોની જહેમત બાદ 60 કી.મી. દુરથી મૃતદેહ મળી આવ્યો હતો. તેઓના મૃતદેહને વડોદરા લાવવામાં આવશે. આ બનાવની જાણ થતા પુત્ર સહિતનો પરિવાર પણ ઋષિકેશ પહોંચ્યો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj