RAJKOT : દૂધની ડેરી વિસ્તારની 12 સોસાયટીઓને અશાંત ધારા હેઠળ આવરી લેવા દરખાસ્ત

Local | Rajkot | 26 February, 2024 | 03:56 PM
પ્રાંત-1 કચેરી દ્વારા સબ રજીસ્ટ્રાર, મામલતદાર અને સીટી સર્વે કચેરીના મંગાતા અભિપ્રાય
સાંજ સમાચાર

રાજકોટ,તા.26
રાજકોટના દૂધસાગર રોડ પરની 12 જેટલી સોસાયટીઓમાં અશાંત ધારો લાગુ કરવા માટે દરખાસ્ત કરવામાં આવી છે. જેના પગલે પ્રાંત-1 કચેરી દ્વારા સીટી સર્વે મામલતદાર અને સબ રજીસ્ટ્રાર કચેરી પાસેથી આ મામલે અભિપ્રાય મગાવવામાં આવેલ છે.

આ અભિપ્રાય મળ્યા બાદ પ્રાંત-1 અધિકારી ચાંદનીબેન દ્વારા આ અંગે રાજય સરકારમાં દરખાસ્ત રવાના કરવામાં આવનાર હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
 અહીં એ ઉલ્લેખનીય છે કે અગાઉ રાજકોટના વધુ વિસ્તારોને અશાંતિ ધારામાં આવરી લેવા માટે પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

જે પછી હવે દૂધની ડેરી વિસ્તારના ગુ.હા.બોર્ડ, જયહિન્દુ નગર, ગંજીવાડા, શિવાજીનગર, આંબાવાડી, ન્યુ શકિત સોસાયટી સહિતની 12 જેટલી સોસાયટી વિસ્તારને અશાંત ધારા હેઠળ આવરી લેવાતા રજૂઆત કરવામાં આવી છે.

જે અંગે પ્રાત-1 અધિકારી દ્વારા સબ રજી. કચેરી, મામલતદાર કચેરી અને સીટી સર્વે કચેરીનો અભિપ્રાય મેળવવામાં આવેલ છે. જે બાદ આ મામલે રાજય સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj