સતત બીજા દિ’એ પણ બહુમાળી ભવન દોડી જતા પ્રાંત અધિકારી: 388 દાખલાના ફોર્મની ચકાસણી પૂર્ણ

Local | Rajkot | 18 May, 2024 | 03:33 PM
અરજદારો માટે પાણી -છાંયડાની વ્યવસ્થા કરવા તાકીદ: નોન ક્રિમીલેયર સર્ટી માટે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ મામલતદાર કચેરી ખાતે પણ સુવિધા
સાંજ સમાચાર

રાજકોટ,તા.18
રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તીએ આજે સતત બીજા દિવસે પણ બહુમાળી ભવન ખાતે દોડી જઈ જિલ્લા નાયબ નિયામક વિકસતિ જાતિની કચેરી ખાતે દાખલા અંગેની કામગીરી તપાસી હતી નોન ક્રિમીલેયર સહિતના ભારે હાડમારી પડી રહ્યાની ફરિયાદો ઉઠતા ગઈકાલે પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તીએ બહુમાળી ભવન પહોચી દાખલા અરજદારોને ઝડપથી મળે તે માટે બારીઓ પર વધારાના બે -બે ટેબલ અને કોમ્પ્યુટર મૂકાવી કામગીરીને વેગ વાન કરી હતી.

આ અંગે વધુ માહિતી આપતાં રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, જુદી-જુદી સરકારી નોકરીની ભરતી તથા શૈક્ષણિક સત્ર પૂર્ણ થતાં જરૂર પડતા વિવિધ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના દાખલા, આર્થિક રીતે પછાત વર્ગના દાખલા, લઘુમતી જાતિના દાખલા, વિચરતી-વિમુક્ત જાતિના દાખલા, નોન-ક્રિમી લેયર અંગેના પ્રમાણપત્રો (ગુજરાત સરકાર માટે) અને એડમિશનની પ્રક્રિયામાં જરૂરી વિકસતિ જાતિ અંગેના પ્રમાણપત્રો આપવાની હાલ કામગીરી ચાલી રહી છે.

આ પ્રમાણપત્રો મેળવવા માટે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓનો ધસારો હોવાથી આ પ્રકારની તમામ અરજીઓના સત્વરે નિકાલ માટે સવારે 09-30 વાગ્યાથી ટોકન વિતરણ વ્યવસ્થા લાગુ કરવામાં આવેલ છે. તેમજ વધુ બે કોમ્પ્યુટર સીસ્ટમ તથા કોમ્પ્યુટર ઓપરેટર પણ મુકવામાં આવેલ છે. જે અંતર્ગત તા.17/05/2024ના બપોર સુધીમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગના પ્રમાણપત્રો-140, ધાર્મિક લઘુમતીના પ્રમાણપત્રો-1, નોન-ક્રિમી-લેયર અંગેના પ્રમાણપત્રો (ગુજરાત સરકાર માટે)-148, વિચરતી - વિમુકત જાતિ માટેના પ્રમાણપત્રો-8, બિન અનામત વર્ગો માટેના પ્રમાણપત્રો (આવક વિના)-41 આમ મળીને કુલ-388 પ્રમાણપત્રોની અરજીઓની ચકાસણી બપોર સુધીમાં પૂર્ણ કરવામાં આવેલ છે. 

શ્રી ચક્રવર્તીએ ઉમેર્યું હતું કે અરજદારઓને વધુ સગવડ મળી રહે તથા અરજીઓનો ઝડપથી નિકાલ થાય, તે માટે જનસેવા કેન્દ્ર, બહુમાળી ભવન (જિલ્લા સેવા સદન-2)માં આવેલ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા શરાફી સહકારી મંડળીની જગ્યામાં અરજીઓની ચકાસણી માટે અલગથી કાઉન્ટર આવતી કાલથી કાર્યરત કરવામાં આવશે.

જેના માટે અલગથી છાંયડાની વ્યવસ્થા તેમજ અરજદારો અને તેમના અભિભાવકો માટે પાણી તથા છાશની વ્યવસ્થા પણ અલગથી કરવામાં આવનાર છે. ઉપરાંત, શહેરી વિસ્તારના નાગરિકો માટે નોન-ક્રિમી લેયર અંગેના પ્રમાણપત્રો (ગુજરાત સરકાર માટે) મેળવવાની સુવિધા સબંધિત મામલતદાર કચેરી, રાજકોટ શહેર-પૂર્વ, પશ્ચિમ તથા દક્ષિણ ખાતે પણ ઉપલબ્ધ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj