અણુશસ્ત્રો વહન કરી શકતા ફાઈટર વિમાનમાં ઉડાન ભરતા પુટીન

World | 23 February, 2024 | 05:42 PM
અમેરિકા સહિતના દેશો માટે ખતરનાક ગણાતા લડાયક વિમાનમાં 30 મીનીટ સુધી હજારો ફુટની ઉંચાઈએ સફર કરી
સાંજ સમાચાર

મોસ્કો તા.23
યુક્રેન યુદ્ધમાં વ્યસ્ત રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુટીન અગાઉ અવારનવાર અણુશસ્ત્રોના ઉપયોગની પણ ધમકી આપી ચૂકયા છે. તે સમયે તેઓએ હાલમાં જ અણુશસ્ત્રો વહન કરી શકતા રશિયન હવાઈદળના ફાઈટર વિમાનમાં ઉડાન ભરીને સૌને ચોંકાવી દીધા હતા.

પુટીને ટીયુ-160 એમ પ્રકારના બોમ્બર વિમાનની ઉડાન ભરી હતી. જે રશિયાના સૌથી આધુનિક વિમાન તરીકે હવે તેને સ્થાન મળ્યું છે. તેઓએ હવાઈદળના એક મથક પરથી લગભગ 30 મીનીટ સુધી હજારો ફુટની ઉંચાઈએ આ બોમ્બર વિમાનની ઉડાન ભરી હતી અને આ રીતે તેમણે પોતાની શારીરિક સજજતાને પણ દર્શાવી હતી.

આ પ્રકારનું વિમાન એ 6 હજાર કી.મી. સુધી ઉડાન ભરીને પ્રહાર કરી શકે છે. પુટીને હાલમાં જ રશિયાના તાઝાન એવીએશન પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી અને બાદમાં બોમ્બર વિમાનમાં ઉડાન ભરી હતી. અમેરિકા સહિતના દેશો માટે આ વિમાન એક મોટો ખતરો ગણવામાં આવે છે અને તે અણુશસ્ત્રો પણ વહન કરી શકે છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj