આધુનિક જમાનામાં અંધશ્રદ્ધાનો કહેર

RAJKOT : 3 માસની માસુમ બાળકીને ભુવાએ અગરબત્તીના ડામ દીધા

Crime | Rajkot | 18 May, 2024 | 04:51 PM
♦ માસુમ બાળા રાજકોટની ઝનાના હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ, બાળકી બીમાર પડતા હોસ્પિટલના બદલે પરિવાર ભુવા પાસે લઈ ગયો હતો
સાંજ સમાચાર

♦ રાજકોટ ઝનાના હોસ્પિટલના તબીબોએ બાળકીની હાલત જોઈ પોલીસને જાણ કરી, સુરેન્દ્રનગરના જોરવરનગરની ઘટના હોય, પોલીસ રાજકોટ આવવા રવાના

રાજકોટ, તા.18
આધુનિક જમાનામાં અંધશ્રદ્ધાનો કહેર જોવા મળતો રહે છે. શ્રદ્ધામાં રહેલો માણસ ક્યારેક અંધશ્રદ્ધામાં ડૂબી જાય છે. તે તેને પણ જાણ હોતી નથી. આવુ જ કંઈક સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં રહેતા પરિવાર સાથે થયું છે. આ પરિવાર બાળકી બીમાર પડતા શ્રદ્ધા સાથે ભુવા પાસે ગયેલ પણ ભુવાએ માસૂમના શરીર પર અગરબત્તીના ડામ આપ્યા હતા.

પ્રાપ્ત વિગત મુજબ જોરાવરનગરમાં રહેતો પરિવાર ખેત મજૂરી કરે છે. અહીં એક ફાટક પાસે ઝૂંપડપટ્ટીમાં રહે છે. બાળકીનો પરિવાર માતાજી અને ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા રાખે છે. અહીં ઝૂંપડપટ્ટીમાં એક ભુવા હોય તેના સંપર્કમાં પણ આ પરિવાર રહેતો હતો. દરમિયાન બાળકી બીમાર પડી હતી. તાવ, શરદી રહેતા હતા. પરિવારે પ્રાથમિક સારવાર કરાવી હશે. પણ પરિવારને શું સુજ્યું કે, 3 માસની બાળાને ભુવા પાસે લઈ ગયા અહીં ભુવાને હવાલે બાળકીને કરી દીધી.

ભુવાએ માસૂમ પર દયા ખાધા વગર અગરબત્તીન ડામ આપ્યા. પ્રથમ દિવસ જતો રહ્યો પણ બીજા દિવસે બાળકીની તબિયત વધુ ખરાબ થઈ. તેને પ્રથમ સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

જ્યાંથી ડોકટરોએ તપાસતા બાળકીના શરીરે ડામના નિશાન હોય, તબિયત વધુ લથડતી હોય તેવું જણાતા ડોકટરે રાજકોટ રીફર કરવાની સલાહ આપતા, તત્કાલ એમ્બ્યુલન્સ મારફત માસૂમ બાળાને રાજકોટ સિવિલ હોસ્પિટલની ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં દાખલ કરવામાં આવેલ. અહીં ફરજ પરના ડોકટર સ્થિતિ સમજી ગયા અને બાળકીને તત્કાલ સારવારમાં ખસેડી હતી. 

ઝનાના હોસ્પિટલના બાળ નિષ્ણાંત ડોકટરે બાળકીની સારવાર શરૂ કરવા સાથે સાથે અહીંના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એમએલસી દાખલ કરાવી પોલીસને સત્તાવાર વિગતો આપી હતી. સ્થાનિક પોલીસે જોરાવરનગર પોલીસ મથકે જાણ કરતા બનાવની હકીકત જાણવા જોરાવરથી રાજકોટ આવવા પોલીસ સ્ટાફ રવાના થઈ ગયો હોવાનું જાણવા મળે છે.

બાળકીના પિતાને ગંભીર બીમારી હોય જે બાળકીને લાગુ ન પડે તે માટે ભુવા પાસે લઈ ગયાનો તર્ક 
પરિવારના જણાવ્યા મુજબ, માસૂમ બાળકી એક ભાઈ એક બહેનમાં નાની છે. તેના પિતાને પણ ગંભીર બીમારી છે.  બાળકી પણ થોડા સમયથી બીમાર હોય, પિતાની બીમારીની અસર થઈ હોય તેવું પરિવારને લાગતા દવા સાથે દુવા પણ કામ લાગે તેવી આશા સાથે ભુવા પાસે ગયા હતા. પણ ભુવાએ માસૂમના શરીર પર ડામ દેતા તબિયત સુધરવાના બદલે વધુ બગડી હતી. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj