મિલપરામાં આરટીઓ એજન્ટના મકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો: ધ્રોલનો કેતન રાઠોડ ઝબ્બે

Crime | Rajkot | 26 February, 2024 | 04:50 PM
ક્રાઈમ બ્રાંચની ટીમને ચોરીના બનાવમાં મળી મોટી સફળતા: સેટેલાઈટ ચોક પાસેથી આરોપીને ઝડપી રોકડ સહિતના રૂ.2.71 લાખનો મુદામાલ કબ્જે કર્યો: ભકિતનગર સોસાયટીમાં અગાઉ થયેલ બે ચોરીની કબુલાત પણ આપી: પીઆઈ એમ.આર. ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઈ એ.એન. પરમાર અને ટીમની કામગીરી
સાંજ સમાચાર

રાજકોટ તા.26
 

 મિલપરામાં આવેલ આરટીઓ એજન્ટના મકાનમાંથી થયેલ રૂા.3.50 લાખની થયેલ ચોરીનો ભેદ ક્રાઈમ બ્રાંચની ટીમે ઉકેલી સેટેલાઈટ ચોક પાસેથી ધ્રોલના કેતન રાઠોડને દબોચી રૂ.2.71 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 બનાવ અંગે કાંતા સ્ત્રી વિકાસ ગૃહ વાળા રોડ પર રહેતા આરટીઓ એજન્ટ ધીરજલાલ રતીલાલ પોપટાણી (ઉ.75)એ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે તેઓની માસીક આવકમાંથી થોડા રૂપિયાની બચત કરી બાકીના રૂપિયા તેમની પુત્રીને આપી દેતા હતા.

ગઈ તા.14/2ના તેઓ ઘરને તાળુ મારી આરટીઓ ઓફીસે ગયેલ હતા ત્યાથી પરત આવતા મકાનના બહારના દરવાજાને અને પાછળના બારણાનું તાળું તોડેલ જોવા મળતા અંદર જઈ તપાસ કરતા સામાન વેરવિખેર પડેલ હતો. અને કબાટનો લોક તોડી તેમાં રાખેલા રૂ.3,50,000 અને ચાંદીના સીકકા મળી કુલ રૂ.3,50,500નો મુદામાલ અજાણ્યા તસ્કરે મકાનમાં ત્રાટકી ચોરી કરી ગયાની ફરીયાદ ભકિતનગર પોલીસ મથકે નોંધાવી હતી.

 બનાવ અંગેની ફરીયાદ પરથી ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એન. પરમાર અને ટીમે તપાસ હાથ ધરી ચોરીના બનાવની જગ્યાના આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરી મોરબી રોડ સેટેલાઈટ ચોક નજીકથી આરટીઓ એજન્ટના મકાનમાંથી ચોરી કરનાર કેતન ડોલર ઉર્ફે દિનેશ રાઠોડ (ઉ.38) રહે. રાધામીરા પાર્ક શેરી નં.3, મોરબી રોડને દબોચી તેની પાસેથી રોકડ રૂ.2,63,000 અને ચાંદીના દાગીના તેમજ મોબાઈલ ફોન મળી રૂ.2.71 લાખનો મુદામાલ કબ્જે કરી પૂછતાછ હાથ ધરી હતી.

 પૂછપરછમાં આરોપીએ એકાદ મહિના પહેલા ભકિતનગર સર્કલ પાસે, ભકિતનગર સોસાયટીમાં જઈ એક મકાનમાં પ્રવેશ કરી પોતે ગેજ એજન્સીમાંથી આવતો હોવાનું કહીં જુનું બીલ માંગી એક લેડીઝ પર્સની ચોરી કરેલ તેમજ પચીસેક દિવસ પહેલા મીલન બગીચાની સામે એક મકાનમાંથી પોતે ગેજ એજન્સીમાંથી આવતો હોવાનું કહી બીલ લેવા ગયેલ મકાન માલીકના રૂા.1100 ભરેલ રોકડની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. વધુ ચોરીઓના ભેદ ઉકેલવા ક્રાઈમ બ્રાંચે આરોપીના રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

 ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવા ક્રાઈમ બ્રાંચ પીઆઈ એમ.આર. ગોંડલીયા, પીએસઆઈ એ.એન. પરમાર, એએસઆઈ ફીરોઝ શેખ, રાજદીપસિંહ ગોહિલ સહિતના સ્ટાફે કામગીરી કરેલ હતી.

♦ ગેસ એજન્સીના કર્મચારીની ઓળખ આપી આરોપી કેતન ચોરીને અંજામ આપતો

 ચોરીના ગુનામાં પકડાયેલો કેતન રાઠોડ શહેરમાં અલગ અલગ સોસાયટીમાં દિવસ દરમ્યાન બંધ મકાનમાંથી તો ચોરી કરતો જ પણ પોતે ગેસ એજન્સીમાંથી આવતો હોવાની ખોટી ઓળખ આપી મકાનમાં પ્રવેશ કરી અને ગેસનું બીલ જોવા માગતા મકાન માલીક બીલ લેવા જાય તે દરમ્યાન ચોરીને અંજામ આપવાની મોડસ ઓપરન્ડી ધરાવતા હતો.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj