આરટીઓ સામે BSNLના ગોડાઉનમાંથી રૂ.2.27 લાખના ટેલિકોમ મટિરિયલની ચોરી

Crime | Rajkot | 09 May, 2025 | 03:41 PM
છતના પતરા તોડી તસ્કર 888 નંગ કનેક્ટર ઉઠાવી ફરાર થઈ ગયો : બી ડિવિઝન પોલીસે તપાસ આદરી
સાંજ સમાચાર

રાજકોટ.તા.9
જુના માર્કેટીંગ યાર્ડ નજીક આરટીઓ સામે આવેલ બીએસએનએલના ગોડાઉનની છતના સિમેન્ટના પતરા તોડી રૂ. 2.27 લાખની કિંમતના ટેલિકોમ મટીરીયલની ચોરીને અંજામ આપી તસ્કર ફરાર થઇ જતાં બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ આદર્યો હતો. 

બનાવ અંગે રૈયા રોડ પર સોપાન હિલમાં રહેતાં મયુરભાઈ ધિરુભાઈ પોપટાણી એ બી.ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ રાજકોટ માર્કેટીંગ યાર્ડ બીએસએનએલ (ભારત સંચાર નિગમ લિમીટેડ) બ્રાંચમાં ગઈ તા. 13/12 /2024 થી જુનિયર ટેલિકોમ ઓફિસર તરીકે ફરજ બજાવે છે.

માર્કેટિંગ યાર્ડ, કુવાડવા અને માલીયાસણ એક્સચેન્જનું મેટેનન્સ કરવાનુ કામ તેઓનું છે. ગોડાઉનમાં ટેલીકોમને લગતા મટીરીયલ જેવા કે પીએલબી પાઈપ, ફાયબર કેબલ, કોપર કેબલ, કનેક્ટર્સ, ટ્રાન્સમીશન સિસ્ટમ, કનેક્ટર હોય છે અને મટીરીયલનું હેડક્વાર્ટરની સુચના મુજબ દર વર્ષે વેરીફીકેશન થતુ હોય છે.

વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, ગઈ તા. 03/03/2025 ના તેઓ રજા પર હતાં ત્યારે માર્કેટિંગ યાર્ડ પાછળ આવેલ ગોડાઉનના સ્ટોર કિપર રમેશભાઈ પટેલનો સાંજના છ વાગ્યાની આસપાસ ફોન આવેલ કે, ગોડાઉનની છતના સિમેન્ટના પતરા તુટેલ છે અને ગોડાઉનનમાં માલ વિર વિખેર પડેલ છે.

જેથી ફરજ પર ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવતા ઓફીસર ધર્મેન્દ્રભાઈ જોષીને સ્ટોર કિપરે વાત કરેલ અને તેમણે ગોડાઉનની મુલાકાત લીધેલ હતી. બાદ ગઈ તા.06 /03/2025 ના તેઓ ગોડાઉન ખાતે જઈ પ્રાથમિક તપાસ કરતા જાણવા મળેલ કે કોઈ અજાણ્યો ચોર ગોડાઉનના છતના સિમેન્ટના પતરા તોડી ગોડાઉનમાં પ્રવેશ કરી તેમાંથી ટેલીકોમના મટીરીયલની ચોરી કરેલ છે. 

જેથી ગોડાઉનમાં ખરાઈ કરતા જાણવા મળેલ કે, એલએસ કેબલ 888 નંગ ફિમેલ કનેક્ટર રૂ. 2,27,345 ની ચોરી થઇ ગયાની જાણ થતાં ઉપલી કચેરીને જાણ કરી બી.ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 

બનાવ અંગે બી.ડિવિઝન પોલીસે રૂ. 2,27,345 ના કનેક્ટરની ચોરી અંગે ગુનો નોંધી અજાણ્યા ચોરની શોધખોળ શરૂ કરી છે. મામલાની તપાસ પીઆઈ એસ.એસ.રાણે ચલાવી રહ્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj