આર.ટી.ઓ.નું સર્વર આજથી ફરી બે દિવસ ઠપ્પ: રાજયભરમાં ભારે દેકારો

Gujarat | Rajkot | 16 May, 2024 | 03:51 PM
ડ્રાઈવિંગ ટેસ્ટ સહિતની તમામ ઓનલાઈન કામગીરી બંધ થઈ જતા હજારો અરજદારો ભારે તડકામાં હેરાન થયા
સાંજ સમાચાર

રાજકોટ તા.16
વારંવાર જુદી-જુદી ક્ષતિઓનાં કારણે ઠપ્પ થઈ જતુ આરટીઓનું સર્વર ફરી એકવાર આજથી બે દિવસ માટે સારથી પોર્ટલનાં ડેટાબેઝ, મેઈન્ટેનન્સનાં બહાના હેઠળ બંધ કરવામાં આવતા રાજકોટ સહિત રાજયભરમાં આજ સવારથી જ આરટીઓને લગતી તમામ ઓનલાઈન કામગીરી ખોરવાઈ જતા અરજદારોમાં દેકારો મચી ગયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રાજયભરમાં આરટીઓનું સર્વર પંદર દિવસ સુધી ઠપ્પ થઈ જતા રાજયવ્યાપી દેકારો મચી ગયો હતો ત્યાં ફરી આજથી બે દિવસ સુધી રાજયભરમાં આરટીઓની તમામ ઓનલાઈન કામગીરી ખોરવાઈ જતા, અરજદારોનો મરો થયો છે.

દરમ્યાન આરટીઓ વિભાગની સતાવાર યાદી મુજબ રાજકોટ જિલ્લાની મોટરીંગ પબ્લીકને જણાવવાનું કે વડી કચેરીની સૂચના મુજબ અત્રેની કચેરી ખાતે લાયસન્સ અંગેની કામગીરી હેતુ કાર્યરત સારથી પોર્ટલ ઈમરજન્સી ડેટાબેઝ મેઈન્ટેનન્સની કામગીરી હેતુ આજે તા.16/5 અને તા.17/5 સુધી બંધ રહેશે.

તમામ અરજદારોની એપોઈન્ટમેન્ટ અન્ય દિવસ માટે પુન: આયોજીત કરવામાં આવશે. આ સમસ્યાના શકય એટલા જલ્દી સમાધાન માટે એન.આઈ.સી. ટીમ સતત પ્રયત્નશીલ છે.

દરમ્યાન આજથી આરટીઓનું સર્વર ફરી ઠપ્પ કરી દેવાતા ખાસ કરીને ડ્રાઈવિંગ ટેસ્ટ, નામ-સરનામા ચેન્જ, ડુપ્લીકેટ લાયસન્સ, રિન્યુઅલ, એન્ડોર્સમેન્ટ વિગેરે તમામ મહત્વની ઓનલાઈન કામગીરી બંધ થઈ જતા હજારો અરજદારોને ખાસ કરીને આજે ધોમધખતા તડકામાં આરટીએસ કચેરીનાં ધકકા થતા ભારે રોષ ફેલાયો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj