લખનૌમાં એક કાર્યક્રમમાં કોંગ્રેસ નેતાની કબુલાત

રાહુલ ગાંધીએ કબુલ્યું, કોંગ્રેસે પણ ભુલો કરી છે, પાર્ટીમાં ફેરફારના સંકેત આપ્યા

India, Politics, Lok Sabha Election 2024 | 11 May, 2024 | 05:36 PM
જો કે પાર્ટીએ શું ભુલો કરી છે તેનો ઉલ્લેખ ન કર્યો: મોદી સાથે ડિબેટ કરવા તૈયાર છું, પણ તે નહીં કરે: રાહુલ
સાંજ સમાચાર

લખનૌ તા.11
અત્રે એક જનસભાને સંબોધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક વાત એવી કરી જેની ઘણી રાજનીતિક ચર્ચા થઈ રહી છે. રાહુલ ગાંધીએ એવી કબુલાત કરી હતી કે તેમની પાર્ટીએ પણ ભુલો કરી છે અને ભવિષ્યમાં તેની રાજનીતિ બદલવી પડશે. જો કે રાહુલ ગાંધીએ એ વાતનો ઉલ્લેખ નહોતો કર્યો કે તેની પાર્ટીએ શું ભુલો કરી છે.

લખનૌમાં ઈન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં સમૃદ્ધ ભારત ફાઉન્ડેશન રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે રાજનીતિમાં બે પ્રકારના લોકો હોય છે. એક સવાર-સાંજ સતા માટે દોડતા હોય છે, સચ્ચાઈ નથી સ્વીકારતા, બસ કોઈપણ રીતે સતામાં આવી જાય, તેમાં લાગ્યા રહેતા હોય છે. બીજા લોકો એવા હોય છે જેમને સચ્ચાઈ દેખાતી હોય તેનો સ્વીકાર કરે છે, આંબેડકર, ગાંધી, બુદ્ધ, પેરિયારે આમ કરેલું.

પીએમ પર નિશાન સાધતા રાહુલે જણાવ્યું હતું કે હું પીએમ સાથે ડીબેટ કરવા તૈયાર છું પણ પીએમ મારી સાથે ડીબેટ નહીં કરે. રાહુલે કહ્યું હતું કે દેશની 90 ટકા વસ્તી એસટી/એસસી, ઓબીસી, દલિત, આદિવાસી, લઘુમતી અને સામાન્ય સમુદાયતા ગરીબોની છે. આ 90 ટકાને સમાન ભાગીદારી નથી અપાતી. જો દેશને મજબૂત બનાવવા છે તો 90 ટકાને સામેલ કરવા પડશે. શું આપ 10 ટકા વસ્તીને મહાશક્તિ બનાવવા માંગે છે?

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj