વકિલ હારૂન પલેજાના ચકચારી હત્યા કેસમાં રજાક સોપારી સહિત વધુ ત્રણ આરોપી ઝબ્બે

Crime | Jamnagar | 15 April, 2024 | 02:56 PM
એક માસ પૂર્વે થયેલ હત્યા અંગે અત્યાર સુધી 14 આરોપીઓની ધરપકડ: સોપારી સહિતના શનિવારે ઝડપાયેલ ત્રણ આરોપીના અદાલતે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાજામનગર તા.15 જામનગર શહેરના બેડીમાં એડવોકેટની સરાજાહેર થયેલી હત્યામાં પોલીસ ટીમે પુર્વ કોર્પોરેટર સહિત 3 શખસોની જુદા જુદા સ્થળેથી ધરપકડ કરી કોર્ટમાં રજુ કરીને ત્રણ દિવસના રીમાન્ડ પર લીધા છે. એડવોકેટની હત્યામાં ધરપકડનો આંક 14 થયો છે. બેડી વિસ્તારમાં એડવોકેટ હારૂન પલેજાની ગત તા.13 માર્ચના રોજ સરાજાહેર હત્યા થઈ હતી. આરોપીઓ નાશી છુટતા પોલીસે 15 શખસો સામે ગુનો નોંધ્યો હતો અને આરોપીઓની ધરપકડ કરવા માટે એસપી પ્રેમસુખ ડેલુની સુચનાથી સીટની રચના કરવામાં આવી હતી. જેમાં એલસીબીના પીએસઆઈ, સીટી એ ડિવિઝનના પીઆઈ એન.એ.ચાવડા તેમજ સીટી બી ડિવિઝનનો પોલીસ સ્ટાફ સહિતનાએ આરોપીઓની શોધખોળ આરંભી હતી. અગાઉ પોલીસે કટકે-કટકે આરોપીઓ બસીર સાયચા, ઈમરાન સાયચા, સિકંદર સાયચા, રમઝાન સાયચા, દિલાવર ક્કલ, સુલેમાન કક્કલ, ગુલામ જુસબ સાયચા, એઝાજ ઉમર સાયચા, મેહબુબ જુસબ સાયચા અને બે સગીરો મળીને કુલ 11 શખસોની ધરપકડ કરી હતી. જેમાં સગીરોને બાળ સુધારગૃહમાં મોકલી દઈને અન્ય આરોપીઓની શોધખોળ આરંભી હતી. જેમાં ગઈકાલે જામનગર નજીક લાખાબાવળ પાસેથી પુર્વ કોર્પોરેટર ઉંમર ઓસમાણ ચમડીયા, સબીર ઓસમાણ ચમડીયાની અને જોડીયા બાજુથી રજાક સોપારીની ધરપકડ કરીને આજે ત્રણેય શખસોને કોર્ટમાં રજુ કરીને આગામી તા.16 એપ્રિલ સુધી રીમાન્ડ પર લઈને આકરી ઢબે પુછપરછ કરવામાં આવી રહી છે.
સાંજ સમાચાર

જામનગર તા.15
જામનગર શહેરના બેડીમાં એડવોકેટની સરાજાહેર થયેલી હત્યામાં પોલીસ ટીમે પુર્વ કોર્પોરેટર સહિત 3 શખસોની જુદા જુદા સ્થળેથી ધરપકડ કરી કોર્ટમાં રજુ કરીને ત્રણ દિવસના રીમાન્ડ પર લીધા છે. એડવોકેટની હત્યામાં ધરપકડનો આંક 14 થયો છે.

બેડી વિસ્તારમાં એડવોકેટ હારૂન પલેજાની ગત તા.13 માર્ચના રોજ સરાજાહેર હત્યા થઈ હતી. આરોપીઓ નાશી છુટતા પોલીસે 15 શખસો સામે ગુનો નોંધ્યો હતો અને આરોપીઓની ધરપકડ કરવા માટે એસપી પ્રેમસુખ ડેલુની સુચનાથી સીટની રચના કરવામાં આવી હતી. જેમાં એલસીબીના પીએસઆઈ, સીટી એ ડિવિઝનના પીઆઈ એન.એ.ચાવડા તેમજ સીટી બી ડિવિઝનનો પોલીસ સ્ટાફ સહિતનાએ આરોપીઓની શોધખોળ આરંભી હતી. અગાઉ પોલીસે કટકે-કટકે આરોપીઓ બસીર સાયચા, ઈમરાન સાયચા, સિકંદર સાયચા, રમઝાન સાયચા, દિલાવર ક્કલ, સુલેમાન કક્કલ, ગુલામ જુસબ સાયચા, એઝાજ ઉમર સાયચા, મેહબુબ જુસબ સાયચા અને બે સગીરો મળીને કુલ 11 શખસોની ધરપકડ કરી હતી. જેમાં સગીરોને બાળ સુધારગૃહમાં મોકલી દઈને અન્ય આરોપીઓની શોધખોળ આરંભી હતી. જેમાં ગઈકાલે જામનગર નજીક લાખાબાવળ પાસેથી પુર્વ કોર્પોરેટર ઉંમર ઓસમાણ ચમડીયા, સબીર ઓસમાણ ચમડીયાની અને જોડીયા બાજુથી રજાક સોપારીની ધરપકડ કરીને આજે ત્રણેય શખસોને કોર્ટમાં રજુ કરીને આગામી તા.16 એપ્રિલ સુધી રીમાન્ડ પર લઈને આકરી ઢબે પુછપરછ કરવામાં આવી રહી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj