મનોજ વાઢેર હત્યા કેસમાં રાજેશ પરમારના જામીન રદ્દ

Crime | Rajkot | 13 April, 2024 | 04:28 PM
સાંજ સમાચાર

રાજકોટ,તા.13
 

હત્યા કેસના આરોપી રાજેશ પુંજાભાઈ પરમાર રહે: ગામ -પારડી તા. લોધીકાએ કરેલ ચાર્જશીટ બાદની જામીન અરજી કોર્ટે ફગાવી દીધેલ છે. કેસની ટુંક હકીકત મુજબ મૃતક મનોજ પ્રતાપભાઈ વાઢેર જે ફરીયાદી ફાલ્ગુનીબેનના પતિ હતા અને કંઈ કામ ધંધો કરતા ન હોય દાંપત્ય જીવનમાં ઝઘડાઓ થતા જેને પરીણામે છુટાછેડાનો કરાર થયેલો, આ દરમિયાન અન્ય આરોપી પરેશ અકબરી ફરીયાદી બેન સાથે પરીચયમાં આવેલો અને બંને વચ્ચે સેવા કરાર થયેલ. વધુમાં મૃતકની માતા ઘણા વર્ષથી પથારીવશ હોય મૃતક અને ફાલ્ગુનીબેને અરસ પરસ સમજૂતી કરાર કરેલ જો કે ઝઘડાઓ બંને વચ્ચે ચાલુ રહેલા અને તે વાતની ખબર આરોપી પરેશ અકબરીને હતી.

આરોપી મેહુલને મળી પરેશે મનોજને પતાવી દેવાનો પ્લાન કરેલ અને જેના ભાગરૂપે આરોપી પરેશ તથા અન્ય આરોપી વિમલ બાંભવા પારડી ગામે ગયેલ અને આરોપી મેહુલ વિમલ, પરેશ મરણજનારને શિવલહેરી હોટલ લઈ ગયેલ અને અંતમાં આરોપી પરેશ, કિશન જેઠવા અને મેહુલને મળી મરણજનારને ખુબ જ દારૂ પીવડાવેલ આવુ કરવા બાબતેની વાતચીત અન્ય આરોપી વિમલ બાંભવાની રૂબરૂમાં થયેલી અરજદાર અને મુખ્ય આરોપી રાજેશ પરમારને સામેલ કરવામાં આવેલ. ગઈ તા.27/10/2021ના રોજ રાત્રીના સમયે હાલના મનોજ વાઢેરને પછાડી અને પથ્થર વડે ત્રણ ઘા મારી ઠંડે કલેજે હત્યા કરાઈ હતી. જે કેસમાં ચાર્જશીટ બાદની જામીન અરજી આરોપી રાજેશએ કરતા સરકાર તરફે એ.પી.પી.મહેશભાઈ જોષીએ જામીન અરજીનો સખત વિરોધ કરેલ. કોર્ટે આરોપીના રોલને ધ્યાને રાખી જામીન અરજી નામંજુર કરી દીધેલ હતી. આ હુકમ ન્યાયાધીશ ડી.એસ.સીંધ દ્વારા કરાયો હતો. સરકાર તરફે સરકારી વકીલ મહેશભાઈ જોષી રોકાયેલ હતાં.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj