#video રાજકોટ : અમિત ખૂંટને ફસાવવા માટે પૂર્વ આયોજિત કાવતરું રચવામાં આવ્યું હતું : એસપી હિમકરસિંહ
રાજકોટ જીલ્લા પોલીસ વડા હિમકરસિંહની પ્રેસ કોન્ફરન્સ : પોલીસ તપાસમાં આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે : અમિત ખૂંટ દ્વારા 5 મે 2025ના રોજ રીબડા ખાતે આપઘાત કર્યો હતો : અમિત ખૂંટ દ્વારા 5 મે 2025ના રોજ રીબડા ખાતે આપઘાત કર્યો હતો : ગોંડલ તાલુકા પોલીસ દ્વારા પૂજા રાજગોર અને 17 વર્ષીય સગીરાની અટકાયત કરવામાં આવી હતી : ગોંડલ તાલુકા પોલીસ દ્વારા હાલ પૂજા રાજગોર તેમજ વકીલ સંજય પંડિત અને દિનેશ પાતરની ધરપકડ કરવામાં આવી છે : અમિત ખૂંટને ફસાવવા માટે પૂર્વ આયોજિત કાવતરું રચવામાં આવ્યું હતું : અમિત ખૂંટ વિરુદ્ધ 17 વર્ષીય સગીરા દ્વારા રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોક્સો વિથ રેપની ફરીયાદ નોંધાવવામાં આવી હતી : બંને વકીલ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે : આત્મહત્યા કેસમાં પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજા અને પૌત્ર રાજદીપસિંહ જાડેજા સહિત 4 વ્યક્તિ વિરુદ્ધ ગુનો 5 તારીખના દાખલ થઈ હતી : પોલીસ દ્વારા મિસ્ટર X ની શોધખોળ હાથ ધરવામાં આવી છે : મિસ્ટર X પૂજા રાજગોરના 1 વર્ષથી સંપર્કમાં હતો : મિસ્ટર X દ્વારા પૂજાને સારી લાઇફ બની જશે અને સારી નોકરી મળશે તે પ્રકારની લાલચ આપવામાં આવી હતી : 2 મે પૂર્વે 10 દિવસ અગાઉ 17 વર્ષીય સગીરાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ લાઈક કરવામાં આવી હતી : ત્યારબાદ બંને દ્વારા એક બીજાને ઈન્સ્ટાગ્રામમાં ફોલો કરવામાં આવ્યા હતા : મિસ્ટર X દ્વારા 17 વર્ષીય સગીરાના ઈન્સ્ટાગ્રામના ID પાસવર્ડ લઈ લેવામાં આવ્યા હતા : મિસ્ટર X પોતે સગીરા બનીને અમિત ખૂંટ સાથે વાતચીત કરતો હતો : મિસ્ટર X મળ્યા બાદ અનિરુદ્ધ સિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા મામલે વધુ માહિતી સામે આવશે : સંજય પંડિત અને દિનેશ પાતરને ગુનાના કામે કોર્ટમાં રિમાન્ડ અર્થે આજે રજૂ કરવામાં આવશે #rajkot #sanjsamachar
આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy