રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની રજુઆતને મળી સફળતા

રાજકોટ ખાતે GST અપીલ ટ્રીબ્યુનલ એરીયા બેન્ચની ટુંક સમયમાં કરાશે રચના

Saurashtra | Rajkot | 22 May, 2024 | 02:50 PM
રાજકોટ-સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગકારોને અપીલને લગતા કેસો માટે હવે ગાંધીનગર કે અમદાવાદ સુધી ધકકા ખાવા નહીં પડે
સાંજ સમાચાર

રાજકોટ, તા.22
રાજકોટ સૌરાષ્ટ્રનું હબ હોય તેમજ ખુબ જ મોટી સંખ્યામાં વેપાર-ઉદ્યોગકારો કાર્યરત છે. ત્યારે GST અંતર્ગત તેઓને પડતી મુશ્કેલીઓના યોગ્ય નિરાકરણ લાવવા માટે રાજકોટ ચેમ્બર દ્વારા અવિરત પ્રયાસો કરેલ છે. GSTના અમલીકરણ પછી અપીલના કેસો વધવા પામશે તે બાબતે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા વર્ષ 2019 થી સરકાર સમક્ષ રાજકોટ ખાતે GST અપીલ ટ્રીબ્યુનલ એરીયા બેન્ચની રચના કરવા રજુઆત કરાયેલ હતી. 

રજૂઆતમાં જણાવ્યું હતું કે,  સરકારના પ્રયાસો થકી ભારત સરકાર દ્વારા નોટીફિક્શન નં. SO-3009 તા.21-08-2019 થી રાજકોટ ખાતે GST અપીલ ટ્રીબ્યુનલ એરીયા બેન્ચ જાહેર કરવામાં આવેલ હતી. પરંતુ કોઈ કારણોસર GST અપીલ ટ્રીબ્યુનલ એરીયા બેન્ચની રચના થઈ નથી અથવા કાર્યરત નથી. રાજકોટ-સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગકારોને અપીલને લગતા કેસો માટે ગાંધીનગર કે અમદાવાદ સુધીના લાંબા ધકકા ખાવા પડે છે તેમજ આર્થિક નુકશાન પણ ભોગવવું પડી રહ્યું છે. તેઓની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી રાજકોટ ખાતે GST અપીલ ટ્રીબ્યુનલ એરીયા બેન્ચની તાત્કાલીક રચના કરવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રજુઆત કરવામાં આવેલ હતી.

જે રજુઆતના ફળસ્વરૂપે આગામી ટુંક સમયમાં રાજકોટ ખાતે "GST અપીલ ટ્રીબ્યુનલ એરીયા બેન્ચ" ની રચના કરવામાં આવશે. જેનાથી રાજકોટ-સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગકારોને અપીલને લગતા કેસો માટે હવે ગાંધીનગર કે અમદાવાદ સુધી ધકકા ખાવા નહીં પડે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj