રાજકોટ,તા.20
પશ્ચિમ રેલ્વે દ્વારા હાલ માં મુંબઈમાં 69મા રેલ સપ્તાહ વિશિષ્ટ રેલ્વે સેવા પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્ર એ રાજકોટ ડિવિઝનના 3 અધિકારીઓ સહિત 9 રેલ્વે કર્મચારીઓને વર્ષ 2024 માં તેમના સંબંધિત ક્ષેત્રોમાં ઉત્તમ કાર્ય કરવા બદલ કાર્યક્ષમતા ચંદ્રક અને મેરિટ પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા. પશ્ર્ચિમ રેલ્વેના જનરલ મેનેજર દ્વારા જે રાજકોટ ડિવિઝનના 3 અધિકારીઓને એવોર્ડ આપવામાં આવ્યો.
તેમાં આર્ય કિર્નેન્દુ કલ્યાણભાઈ (સિનિયર ડિવિઝનલ ફાઇનાન્સ મેનેજર),ઋષભ સિંહ ચૌહાણ (ડિવિઝનલ એન્જિનિયર),હેમંત કુમાર સિંહ કાડિયાન (ડિવિઝનલ ઓપરેશન્સ મેનેજર-ગુડ્સ) અને 6 કર્મચારીઓ માં કેતન વસા (ડિવિઝનલ કોમર્શિયલ ઇન્સ્પેક્ટર-રાજકોટ), ધરમપાલ કુમાવત (સિનિયર સેક્શન એન્જિનિયર-ટ્રેક્શન), અવનીશ કુમાર (સિનિયર સેક્શન એન્જિનિયર-મિકેનિકલ), કુમારેન્દ્ર સંજીવ સિંહા (સ્ટેશન માસ્ટર-રાજકોટ),વાલજી પુરાણીયા (સિનિયર પોઈન્ટ્સમેન-ઓપરેટિંગ) અને બિક્રાંત કુમાર બ્રિજનંદન પ્રસાદ (ટેકનિશિયન-સિગ્નલ અને ટેલિકોમ, રાજકોટ) નો સમાવેશ થાય છે. રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વિની કુમારે વિશિષ્ટ રેલ્વે સેવા પુરસ્કાર મેળવનારા અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને પોતપોતાના ક્ષેત્રનું કામ સંપૂર્ણ સમર્પણ અને ખંતથી કરવા અપીલ કરી છે જેથી રાજકોટ ડિવિઝન વિકાસના માર્ગ પર નિરંતર આગળ વધતું રહે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy