રાજકોટ રૂરલ એસઓજીએ સતત બીજા દિવસે શંકાસ્પદ બિયારણનો જથ્થો ઝડપી પાડ્યો

Crime | Rajkot | 22 May, 2024 | 11:38 AM
સોમવારે શાપરમાં રેડ કર્યા બાદ મંગળવારે ઉપલેટામાં પરેશ સેલારકાના ગોડાઉનમાં દરોડો પાડી 1.28 લાખની કિંમતની 184 બેગ કબ્જે કરી
સાંજ સમાચાર

રાજકોટ, તા.22
રાજકોટ રૂરલ એસઓજીએ સતત બીજા દિવસે શંકાસ્પદ બિયારણનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સોમવારે શાપરમાં રેડ કર્યા બાદ મંગળવારે ઉપલેટામાં પરેશ સેલારકાના ગોડાઉનમાં દરોડો પાડી 1.28 લાખની કિંમતની 184 બેગ કબ્જે કરી હતી.

સોમવારે રાજકોટના વેપારીના શાપર સ્થિત ગોડાઉનમાંથી શંકાસ્પદ બિયારણની 400 થેલી મળી હતી., જે પછી એસઓજીના સૂત્રોએ જણાવ્યું કે, રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ  અને રાજકોટ ગ્રામ્યના નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડની સૂચનાથી નકલી બિયારણની હેરફેર કરી, તેનું વેચાણ કરી ખેડૂતોને છેતરતા તત્વો સામે કાર્યવાહી કરવા રૂરલ એસઓજીના પીઆઈ એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.સી.મિયાત્રા તેમની ટીમ સાથે ઉપલેટા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

તે દરમિયાન કોન્સ્ટેબલ રઘુભાઇ દેવાભાઇ ઘેડ, ચિરાગભાઇ વાલાભાઇ કોઠીવારને બાતમી મળેલ કે, ઉપલેટાની વ્રજ વિલાસ હોટલની બાજુની ગલીમાં આવેલ પરેશ વલ્લભ સેલારકા (રહે. ઉપલેટા)ના ગોડાઉનમાં જુદી જુદી કંપની (બ્રાંડ)ના શંકાસ્પદ કૃષિને લગતા કપાસના બિયારણનો જથ્થો છે. દરોડો પડતા અહીંથી રૂ.1,28,800ની કિંમતના બિયારણની 184 થેલી મળી હતી. જે કબ્જે કરી આ જથ્થો ક્યાંથી સપ્લાય થયો તે અંગે પરેશ સેલારકાની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત શંકાસ્પદ જણાતા બિયારણના નમૂના લઈ લેબમાં તપાસ અર્થે મોકલાયા છે.

આ કામગીરીમાં એ.એસ.આઇ. જયવિરસિંહ રાણા, અતુલભાઈ ડાભી, સંજયભાઈ નિરંજની, ઇન્દ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ વેગડ, હીતેશભાઇ અગ્રાવત, અરવિંદભાઇ દાફડા, ભગીરથસિંહ જાડેજા, કોન્સ્ટેબલ વિજયભાઇ ગોસ્વામી, શિવરાજભાઈ ખાચર, ચિરાગભાઈ કોઠીવાર, રઘુભાઇ ઘેડ, અમુભાઇ વિરડા, નરશીભાઇ વગેરે ફરજ પર રહ્યા હતા.

♦બિયારણની થેલી પર આ નામો લખાયા હતા
પકડાયેલ શંકાસ્પદ જણાતા બિયારણની થેલીઓ પર પીન્ક પેન્થર-3 સિલ્વર-આર રીસર્ચ હાઇબ્રીડ કોટન સીડ્સ, તેમજ પીન્ક ગાર્ડ- આઈવી એટીએમ, તથા ડોલર ફોર-જી કોટન હાઇબ્રીડ સીડસ વીથ પીન્ક ગાર્ડ આઇવી ટેક્નોલોજી પીન્ક ગાર્ડ-4, અને સંકેત ફાઈવ-જી કોટન સિડ્સ પીન્ક ગાર્ડ, તેમજ બાહુબલી પ્રીમીયમ હાઇબ્રીડ કોટન સીડસ પીન્ક ગાર્ડ-5 - મોર પાવરફુલ લખેલ હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj