રાજકોટ,તા.24
રાજકોટ શહેર જિલ્લા કક્ષાનાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી આન-બાન-અને શાનથી કરવામાં આવનાર છે. આ પ્રસંગે ધ્વજવંદન પરેડ તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવનાર છે. આ માટે આજે રિહર્સલ કરવામાં આવેલ હતું.
પ્રજાસત્તાક પર્વની રાજકોટ શહેરકક્ષાની ઉજવણી ચૌધરી હાઈસ્કૂલ ખાતે અને જિલ્લા કક્ષાની ઉજવણી કોટડાસાંગાણી ખાતે કરવામાં આવનાર છે. આ અંગે જિલ્લા કલેકટર પ્રભવ જોશીના નિર્દેશમાં વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવેલ છે.
ચૌધરી હાઈસ્કૂલમાં શહેર પ્રાંત-1 અધિકારી ચાંદની પરમારની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું. સવારે 9 કલાકે રિહર્સલનો પ્રારંભ થયો હતો. સૌથી પહેલા ધ્વજવંદન-રાષ્ટ્રગાન થયું.
બાદમાં અધિકારીએ પરેડ નિરિક્ષણ કર્યું હતું. એ પછી પોલીસ, હોમગાર્ડ્સ તથા એન.સી.સી.ની ગર્લ્સ બટાલિયનની પ્લાટૂન દ્વારા માર્ચ પાસ્ટ યોજવામાં આવી હતી. આ તકે વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા યોગ તેમજ સાંસ્કૃતિક નૃત્ય કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણનું રિહર્સલ થયું હતું.
શહેર પ્રાંત-1 અધિકારી ચાંદની પરમારે સમગ્ર રિહર્સલનું ઝીણવટપૂર્વક નિરિક્ષણ કર્યું હતું. બાદમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગૌરવપૂર્ણ માહોલમાં યોજાય તે માટે વિવિધ વિભાગો-ટીમને જરૂરી સૂચનાઓ આપી હતી.
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં 26 જાન્યુઆરીને રવિવારના રોજ દેશના 76મા પ્રજાસત્તાક પર્વની રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી કોટડાસાંગાણીમાં અરડોઈ રોડ પર ઠાકોરજી મુળવાજી વિનયન કોલેજ ખાતે યોજાશે.
જેનું રિહર્સલ આજે ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એ.કે. વસ્તાણીની અધ્યક્ષતામાં યોજાયું હતું. આ તકે નિવાસી અધિક કલેકટર શ્રી એ.કે. ગૌતમ તથા રાજકોટ શહેર પ્રાંત-2 અધિકારી આસિ. કલેકટર મહેક જૈન પણ સાથે જોડાયા હતાં.
સવારે 9 કલાકે રિહર્સલનો પ્રારંભ થયો હતો. સૌથી પહેલા ધ્વજવંદન-રાષ્ટ્રગાન થયું. બાદમાં અધિકારીઓએ પરેડ નિરિક્ષણ કર્યું હતું. એ પછી પોલીસ સહિતની વિવિધની પ્લાટૂન દ્વારા માર્ચ પાસ્ટ યોજવામાં આવી હતી.
આ તકે વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા યોગ તેમજ સાંસ્કૃતિક નૃત્ય કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણનું રિહર્સલ થયું હતું. ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર રિહર્સલનું ઝીણવટપૂર્વક નિરિક્ષણ કર્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy