રાજકોટમાં 120 વર્ષ અગાઉ રેકોર્ડબ્રેક 47.9 ડીગ્રી તાપમાન નોંધાયુ હતું!

Saurashtra | Rajkot | 20 May, 2024 | 04:05 PM
તા.2-5-1905 નો ગરમીનો રેકોર્ડ આજે પણ અકબંધ: વર્ષ 1991, 95,97 અને 2002 તતા 2004 માં 45 ડીગ્રી ઉપરનું કાળઝાળ તાપમાન નોંધાયુ હતું: 2009 માં 44.7 બાદ ગત શનિવારે 44.5 ડીગ્રીએ પારો પહોંચ્યો હતો
સાંજ સમાચાર

રાજકોટ તા.20
 સમગ્ર રાજયની સાથોસાથ રાજકોટ શહેરમાં પણ છેલ્લા ત્રણ દિવસથી રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે. સતત 44 ડીગ્રી ઉપરના કાળઝાળ તાપમાનથી નગરજનો તોબા પોકારી ઉઠયા છે અને હજુ પણ ગુરૂવાર સુધી હીટવેવની અસર રહેનાર હોય આવતા ચાર દિવસ સુધી અસહ્ય ગરમી સહન કરવી પડે તેમ છે.

રાજકોટનાં કાળઝાળ તાપમાનનાં રેકોર્ડ ઉપર નજર કરીએ તો હવામાન વિભાગના સુત્રો અનુસાર આજથી અંદાજે સવા સદી અગાઉ એટલે કે 120 વર્ષ પહેલા તા.2-5-1905 ના રોજ રાજકોટમાં અત્યાર સુધીનુ રેકોર્ડબ્રેક 47.9 ડીગ્રી તાપમાન નોંધાયુ હતું. જે રેકોર્ડ આજ સુધી અકબંધ રહેવા પામેલ છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 1905 માં રાજકોટમાં સીમેન્ટનાં જંગલો ન હતા કે એટલી સંખ્યામાં વાહનો પણ ન હતા અનો ગ્રીનરી વધુ હતી. છતા રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ હતી. જે આશ્ચર્ય પમાડે તેવી બાબત છે.

હવામાન વિભાગના સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ વર્ષ 1991 95,97,અને 2002 તથા વર્ષ 2004 માં પણ રાજકોટમાં હાઈએસ્ટ 45 ડીગ્રી ઉપર તાપમાન નોંધાવા પામ્યુ હતું.

પ્રાપ્ત વિગતો મુજબ તા.9-6-1991 માં રાજકોટનું તાપમાન 45.3 ડીગ્રી તા.30-5-1995 માં 44.9 ડીગ્રી તથા તા.7-6 1997 માં 45 ડીગ્રી જયારે 5-5-2004 માં 45.8 ડીગ્રી અને તા.28-4-2009 માં 44.7 ડીગ્રી રેકોર્ડબ્રેક મહતમ તાપમાન નોંધાવા પામ્યુ હતું. 

અત્રે નોંધનીય બાબત એ પણ છે કે રાજકોટ ચાલુ વર્ષે પણ હીટવેવની આગાહીના પગલે છેલ્લા ત્રણ દિવસથી કાળઝાળ 44 ડીગ્રી ઉપર તાપમાન નોંધાઈ રહ્યું છે અને હજુ આવતા ગુરૂવાર સુધીમાં પણ 45 ડીગ્રી નજીક તાપમાન પહોંચી જાય તેવી શકયતા છે.

દરમ્નયાન આજરોજ પણ રાજકોટ શહેરમાં સવારથી જ સુર્યદેવતાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ છે અને સવારથી બપોર સુધીમાં ફરી કાળઝાળ તાપમાનનાં કારણે રાજમાર્ગો સુમસામ ભાસવા લાગ્યા હતા.

આકરા તાપ અને લુનો કહેર નગરજનોને ભારે અકળાવી રહ્યો છે અને સતત એ.સી. અને પંખાનાં સહારે રહેવુ પડે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj