કાળઝાળ ગરમીએ એક વર્ષનો રેકોર્ડ તોડયો : 2023માં સૌથી ઉંચુ તાપમાન 43.9 ડિગ્રી નોંધાયું હતું

અબ કી બાર..44 કે પાર : રાજકોટ ભઠ્ઠીમાં ફેરવાયું

Gujarat, Saurashtra | Rajkot | 18 May, 2024 | 03:51 PM
શહેરમાં બપોરે 2.30 વાગ્યે હાઇએસ્ટ તાપમાન નોંધાતા રસ્તાઓ સુમસામ : 24 કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા લુ વરસી : હજુ પાંચ દિવસ ધગધગતા રહેવાની હવામાન વિભાગની આગાહી
સાંજ સમાચાર

રાજકોટ, તા. 18
સમગ્ર રાજયની સાથોસાથ રાજકોટવાસીઓ પણ છેલ્લા બે-ત્રણ દિવસથી અગનગોળા સમાન ગરમીથી ત્રસ્ત બની  ગયા છે. ખાસ કરીને છેલ્લા બે દિવસથી રાજકોટમાં રેકોર્ડબ્રેક 43 ડિગ્રી ઉપરનું તાપમાન નોંધાઇ રહ્યું હોય જનજીવન  ઉપર ભારે માઠી અસર થઇ રહી છે. 

બપોરે ભયાનક તાપના કારણે શહેરનાં રાજમાર્ગો અને બજારોમાં સ્વયંભુ કફર્યુ છવાઇ જાય છે. મોડી સાંજ સુધી લોકો ઘર કે ઓફીસની બહાર નીકળવાનું પસંદ કરતા નથી અને મોટા ભાગે એ.સી. તથા પંખાના સહારે બેસી રહે છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે રાજકોટમાં ચાલુ સિઝનનું હાઇએસ્ટ 43.7 ડિગ્રી તાપમાન નોંધાતા નગરજનો આકુળ-વ્યાકુળ બની ગયા હતા. ગઇકાલે મોડી સાંજ સુધી શહેર ગરમાગરમ રહેતા લોકો ત્રસ્ત થઇ ગયા હતા. 

દરમ્યાન આજરોજ સવારે 8.30 કલાકથી જ નગરજનો આકરા તાપથી અકળાવા લાગ્યા હતા અને સખ્ત ગરમી નો અનુભવ કરવા લાગ્યા હતા અને જેમ જેમ દિવસ ચડતો ગયો તેમ તેમ તાપમાનનો પારો વધવા લાગ્યો હતો. 

દરમ્યાન આજે તો રાજકોટમાં ગરમીએ ગત વર્ષનો રેકોર્ડ તોડી દીધો હતો. ગત વર્ષે 2023માં તા.10 મેના રોજ  રાજકોટનું મહતમ તાપમાન 43.9 ડિગ્રી નોંધાયુ હતું. જયારે આજરોજ બપોરે અઢી કલાકે જ શહેરનું તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી જતા ગરમીનો ગત વર્ષનો રેકોર્ડ આજે તુટી ગયો હતો.

સ્થાનિક હવામાન કચેરી અનુસાર આજે બપોરે 2.30 કલાકે તાપમાન 44 ડિગ્રી અને હવામાં ભેજ 17 ટકા રહ્યો હતો તો સાથોસાથ પવનની ઝડપ પણ 24 કિ.મી. પ્રતિ કલાક રહેતા આગ ઝરતી લુ એ પણ અકળાવ્યા હતા. 

દરમ્યાન આજરોજ સવારે 8.30 કલાકે રાજકોટનું તાપમાન 31 ડિગ્રી રહ્યું હતું તેમજ લઘુતમ તાપમાન 25.9 ડિગ્રી નોંધાયુ હતું અને સવારે હવામાં ભેજ 63 ટકા, નોંધાયો હતો તથા પવનની સરેરાશ ઝડપ 8 કિ.મી. રહેવા પામી હતી.

વધુમાં આજે હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ હજુ આવતા પાંચ દિવસ હિટવેવ યથાવત રહેશે અને અમદાવાદ, ગાંધીનગર, ભુજ, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, જુનાગઢ, પોરબંદર તથા વલસાડમાં 43 થી 44 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાઇ શકે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj