મે મહિનાનો પ્રકોપ: રાજયના તમામ શહેરો ધગધગ્યા

આકાશી અગનવર્ષા: રાજકોટનું તાપમાન 43.4 ડીગ્રી

Saurashtra | Rajkot | 17 May, 2024 | 03:52 PM
ચામડી દઝાડતા આકરા તાપ વચ્ચે લૂની થપાટ : માર્ગો સુમસામ : હજુ હીટવેવ જેવી હાલત જારી રહેવાની ચેતવણી
સાંજ સમાચાર

રાજકોટ,તા.17
રાજકોટ શહેરમાં આજરોજ સતત ચોથા દિવસે બપોરે આંશિક વાદળછાયા વાતાવરણ વચ્ચે અંગ દઝાડતી ગરમીનો અનુભવ થયો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં બપોરનાં ભાગે 42થી43 ડીગ્રી તાપમાન નોંધાય છે.

ત્યારે, આજરોજ પણ રાજકોટવાસીઓ સૂર્યદેવનાં પ્રકોપથી અકળાઈ ગયા હતા. વાદળો અને સૂર્યદેવતા વચ્ચે સંતાકુકડીની રમત દરમ્યાન નગરજનો આકરાતાપ અને બફારામાં પરસેવે ન્હાયા હતા.

આજરોજ સવારે 8.30 કલાકે રાજકોટનું તાપમાન 31 ડીગ્રી અને લઘુતમ તાપમાન 25.7 ડીગ્રી નોંધાયુ હતું. દરમ્યાન બપોરે 2.30 કલાકે ફરી એક વાર રાજકોટનું તાપમાન 43.4 ડીગ્રી સુધી પહોંચી જતા રાજકોટમાં ચાલુ માસનું સૌથી ઉંચુ તાપમાન નોંધાવા પામ્યુ હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે બપોરે અઢી કલાકે હવામાં ભેજ માત્ર 21 ટકા હતો અને પવનની ઝડપ પણ 8 કી.મી. સુધીની મંદ રહી હતી. આથી રાજકોટમાં આજે મધ્ય બપોરે સંભવત: 44 ડીગ્રી નજીક તાપમાન પહોંચી શકે છે. જો, આજે બપોરે રાજકોટનું મહતમ તાપમાન 44 ડીગ્રી નોંધાય તો ચાલુ ઉનાળુ સીઝનનું સૌથી ઉંચુ તાપમાન નોંધાશે.

અત્રે નોંધનીય બાબત એ છે કે, આજરોજ બપોરે 11 વાગ્યાથી જ આકાશમાંથી સૂર્યદેવતા આગ ઓકવા લાગ્યા હતા અને બપોરે 2.30 કલાકે તો આખુ શહેર જાણે કે અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયુ હતું. આકરા તાપની સાથોસાથ ગરમાગરમ લું એ પણ સપાટો બોલાવી દીધો હતો.

બપોરે ભયંકર અગ્નિવર્ષાનાં કારણે રાજકોટવાસીઓ ઘરો અને ઓફીસોમાં એ.સી. અને પંખા વચ્ચે પુરાઈ રહ્યા હતા. જેથી બપોરે 2.30 કલાકે શહેરનાં રાજમાર્ગો અને બજારો સુમસામ ભાસતી હતી તેમજ બળબળતા બપોરમાં પશુ-પક્ષીઓએ પણ પાણીનાં અવાડા અને કુંડાનો સહારો લીધો હતો.

દરમ્યાન હવામાન વિભાગે હજુ બે દિવસ સુધી રાજયમાં વિવિધ સ્થળોએ સિવિયર હિટવેવની આગાહી કરી છે ત્યારે લોકોએ હજુ વધુ આકરી ગરમી સહન કરવી પડશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj