નવી દિલ્હી: ઓપરેશન સિંદુર સમયે પાક દળોએ કચ્છ-ભુજ સરહદો પર પણ ડ્રોન સહિતના હુમલા કર્યા હતા પણ અહી હવાઈદળના વેસ્ટર્ન કમાન્ડે તે તમામ મારી હટાવાયા હતા અને અનેક પાક ડ્રોન પણ તોડી પાડયા હતા.
આ સરહદ પર પાક દળોની કામગીરી સામે જડબાતોડ જવાબ અપાયા બાદ હવે સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંઘ આ સપ્તાહે જ ભુજ એરબેઝની મુલાકાત લેશે.
શ્રી સિંઘ શુક્રવારે ભુજ પહોંચશે. તેઓની બે દિવસ આ ક્ષેત્રની સરહદ પર રોકાશે. તેમની સાથે સાથે વેસ્ટર્ન એર કમાન્ડના ચીફ પણ ભુજ આવશે. ભુલનું એરબેઝ પાક સીમાની નજીક જ છે અને તેણે દરેક યુદ્ધ સમયે મહત્વપૂર્ણ કામગીરી બજાવી છે.
ભુજ એ સાઉથ-વેસ્ટર્ન એરકમાન્ડ હેઠળ આવે છે અને તે 27મી વિંગનું હેડકવાટર પણ છે અને તે સંરક્ષણ તથા તકેદારી બન્ને રીતે મહત્વનું છે. પ્રો.વેસ્ટર્ન એર કમાન્ડનું નેતૃત્વ એરમાર્શલ જીતેન્દ્ર ચૌધરી કરી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરથી રાજસ્થાન-હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને દિલ્હી ઉપરાંત પશ્ચિમી ઉતરપ્રદેશ તેમના કમાન્ડમાં છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પંજાબમાં આદમપુર એરબેઝથી ગઈકાલે જ મુલાકાત લીધી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy