રાજયસભા ચુંટણી: હિમાચલમાં અભિષેક મનુ સિંઘવીનું નામ ડ્રોમાં નિકળ્યું છતાં પણ પરાજીત જાહેર થયા

India, Politics | 28 February, 2024 | 11:58 AM
અન્ય લોટરી ડ્રોમાં ચીઠ્ઠી નિકળે તે વિજેતા પણ રાજયસભા ચુંટણીમાં જેના નામની ચીઠ્ઠી નિકળે તે પરાજીત: સુપ્રિમ કોર્ટના ધારાશાસ્ત્રી સિંઘવી પણ નિયમથી આશ્ચર્યચકીત
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.28
ગઈકાલે રાજયસભાની ચૂંટણીમાં હિમાચલ પ્રદેશમાં જે રીતે એક તરફ ક્રોસવોટીંગ થયું તેમ છતાં પણ કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોને સમાન 34-34 મતો મળ્યા તે પછી વિજેતા નકકી કરવા માટે ડ્રોનો સહારો લેવામાં આવ્યો હતો અને તેમાં પણ કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવીનું નામ નિકળ્યા છતા પણ તેઓ પરાજીત જાહેર થયા તેની પાછળ ચુંટણી સંચાલન નિયમ 1961ની કલમ 75(4)નો સહારો લેવામાં આવ્યો હતો.

રાજયસભાની ચુંટણીમાં પ્રથમ વખત આ પ્રકારે આ નિયમનો ઉપયોગ થયો અને તે પરિણામ પલટવામાં કારણભૂત પણ થયો. આ નિયમ મુજબ જયાં એકમાત્ર રાજયસભા બેઠકનું મતદાન હોય અને બે કે વધુ ઉમેદવારોને એક સમાન મત મળે તો જે ઉમેદવારને પ્રથમ પસંદગીના મત સૌથી ઓછા મળ્યા હોય તેને પરાજીત જાહેર કરવામાં આવે છે.

ચુંટણીપંચના એક અધિકારીના જણાવ્યા મુજબ રીટર્નીંગ ઓફીસર પહેલા ઉમેદવારોના નામની ચીઠ્ઠીઓ એક બોકસમાં રાખે છે અને બાદમાં બોકસને ખુબ હલાવીને ચીઠ્ઠી મીકસ કરાય છે અને તેમાંથી એક ચીઠ્ઠી ખેંચવામાં આવે છે અને જે નામ આવે તેને વિજેતા જાહેર કરાઈ છે. પરંતુ નિયમ 75(4)માં રાજયસભામાં જે ઉમેદવારની પરચી નીકળે છે તેને હારી ગયેલા જાહેર કરાઈ છે.

જયારે અન્ય ચુંટણીઓમાં જે ઉમેદવારોની ચીઠ્ઠી નીકળે તેને વિજેતા જાહેર કરાઈ છે. કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે દરેકનું ભાગ્ય લખાયેલુ હોય છે અને ભગવાન દ્વારા લખાય છે. સામાન્ય ડ્રોમાં જે નામ નીકળે છે તે વિજેતા જાહેર થાય છે જયારે અહી ચુંટણીપંચના નિયમ મુજબ બોકસમાંથી મારુ નામ આવ્યુ અને હું પરાજીત જાહેર થયો. મને પ્રથમ વખત જાણવા મળ્યું કે ડ્રો આ રીતે પણ થાય છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj