ગોંડલના દાસી જીવણ પાર્ટી પ્લોટમાં રામકથાના પ્રારંભમાં હજારો ભાવિકો ઉમટી પડ્યા

વિશ્વના પ્રાણીમાત્રનું જીવનદર્શન રામાયણમાં છે: પૂ.મોરારીબાપુ

Gujarat, Saurashtra | Gondal | 20 May, 2024 | 11:28 AM
♦ગોંડલમાં પૂ.લોહલંગગિરિબાપુની ચૈતન્ય સમાધિ છે, આ ભૂમિ પ્રગટ-અપ્રગટ ચેતનાઓથી ભરેલી પાવન ભૂમિ છે
સાંજ સમાચાર

♦રામચરિતમાનસનો સાર રામ છે, તે વેદમય છે, બ્રહ્મમય છે, રામકથામાં આત્માની કલા રહેલી છે

♦હું અહી જ્ઞાનના ઓરડા સાફ કરવા અને પોતા મારવા આવ્યો છું, ગોંડલની કથા કર્ણોત્સવ છે, વર્ણોત્સવ છે

♦રામકથા બ્રહ્મ છે, તુલસીદાસજીની રામકથા અરણી મંથન છે, રામકથાની કોઇ સીમા નથી તે અનંત છે

(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ તા. 20
ગોંડલનાં દાસીજીવણ પાર્ટીપ્લોટ ખાતે આજથી રામાયણી પુ.મોરારીબાપુ ની રામકથા નો પ્રારંભ કરાયો હતો.કથાનાં પ્રથમ દીવસે જ 25 હજાર ની ક્ષમતા સાથેનો ડોમ શ્રોતાઓ થી ભરચક બન્યો હતો.

મોરારીબાપુ એ કથાનાં પ્રારંભ માં આયોજક વડવાળી જગ્યા લોહલંગધામ અંગે કહ્યુ કે અહી પુ.લોહલંગરીબાપુ ની ચૈતન્ય સમાધી છે.ગોંડલ ની ભુમી પ્રગટ અપ્રગટ ચેતનાઓ થી ભરેલી પાવન ભુમી છે.સિધ્ધપુરુષો ની ભુમી છે.આ સાથે મોરારીબાપુ એ વ્યાસપીઠ પર થી ગોંડલ નરેશ સર ભગવતસિહ ને યાદ કરી રાજતંત્ર માં મોટું લોકતંત્ર કામ કરતું હતુ.તેવું કહી સર ભગવતસિહ ને બત્રીસલક્ષણો રાજવી કહી નમન કર્યુ હતું.

તેમણે  ગોંડલ ની રામકથા ને માનસ રામકથા નામ આપી કહ્યુ કે રામચરીત માનસ નો સાર રામ છે.તે વેદમય છે.બૃમ્હમય છે.રામકથા માં આત્માની કલા રહેલી છે.દુનિયાનાં પ્રાણી માત્રનું જીવન દર્શન રામાયણ માં છે.તુલશીદાસજી એ રામાયણ ને સાત ભાગ માં ગોઠવી છે.

તેમણે લોહલંગધામ માં ચાલી રહેલા અંદાજે પાંચસો વર્ષ જુના અન્નક્ષેત્ર નો ઉલ્લેખ કરી દ્રષ્ટાંત સાથે કહ્યુ કે બ્રાહ્મણ ની ઓળખ તેના ચહેરા અને વાણી થી, ક્ષત્રીય ની ઓળખ તેની ભુજાઓ થી વૈષ્ય ની ઓળખ તેના પેટ થી અને સાધુની ઓળખ તેની સેવાથી થાય, સાધુ જીવન નાં ગાડા ખેચેછે.
તેમણે કહ્યુ કે હું અહી પારેવા ને ચણ નાખવા આવ્યો છુ.યુગાન્ડા નાં મનોરથી ચેતનભાઈ સાંગાણી એ સઘળી ચિંતા અને વ્યવસ્થા સંભાળી લીધી છે.ત્યારે ગોંડલ ઘુવાળાબંધ જમવા આવે એવી મારી લાગણી છે.

પુ.મોરારીબાપુએ લોહલંગધામ અન્નક્ષેત્ર માં રુ.સવાલાખ નું દાન જાહેર કરી વ્યાસપીઠ પરથી સવાલાખ નું તુલશીપત્ર અર્પણ કરુ છુ.તેવું જણાવ્યું હતુ.
કથા નો પ્રારંભ કેન્દ્રીય મંત્રી પરષોતમ રુપાલા,સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ગીતાબા જાડેજા,પુ.સીતારામ બાપુ સહિત સંતો મહંતોએ દિપ પ્રાગટ્ય દ્રારા કરાવ્યો હતો.કથા પુર્વે બપોર એક વાગ્યે ભગવતપરા લોહલંગધામ થી સંતો મહંતો અને શહેરીજનો ની વિશાળ હાજરી વચ્ચે પોથીયાત્રા નીકળી હતી.જે રાજમાર્ગોપર ફરી કથા સ્થળ દાસીજીવણ પાર્ટીપ્લોટ ખાતે પંહોચી હતી. બાદમાં પુ.બાપુની કથાનો પ્રારંભ થયો હતો. 43 ડીગ્રી તાપમાન વચ્ચે પણ લોકો રામકથા શ્રવણ માટે ઉમટી પડ્યા હતા. 

 માનસ રામકથા નાં બીજા દીવસે પુ.મોરારીબાપુ એ કથાને મર્મ સમજાવતાં કહ્યુ કે રામકથા બૃમ્હ છે.તુલસીદાસજી ની રામકથા અરણી મંથન છે. રામકથાને કોઈ સીમા નથી તે અનંત છે.

તેમણે આજે પણ મહારાજા ભગવતસિહ ને યાદ કરી ભગવદ ગૌમંડલ અંગે કહ્યુ કે શબ્દ નાં અનેક પર્યાય ભગવદ ગૌમંડલ માં લખાયા છે.આપણે કોટી શબ્દ નો પ્રયોગ કરતા હોઇએ.ભગવદ ગૌમંડલ માં કોટી એટલે હજાર, ગતી,જથ્થો,સમુહ, જાતી,પદવી,પ્રમાણ, શ્રેષ્ઠતા,સંજ્ઞા સહિત અર્થ દર્શાવાયા છે.
મોરારીબાપુ એ કહ્યુ કે હું અહીયા પ્રણામ કરવા આવ્યો છુ.પ્રવચન કરવા નહી.ગોંડલ નાં બેતાળા ને કાઢવા 42 વર્ષે રામકથા આવીછે.

હું અહી જ્ઞાનનાં ઓરડા સાફ કરવા અને પોતા મારવાં આવ્યો છુ.ગોંડલ ની કથા કર્ણોત્સવ છે.વર્ણોત્સવ છે.
ગુરુ પરંપરા અંગે તેમણે કહ્યું કે જો ગુરુ પરંપરા ને માનતા હોતો અહંકાર ના કરવો,ગુરુની આજ્ઞા માનવી અને ખોટું નાં બોલવું.નહીતો આ ત્રણ અપરાધ છે.
મોરારી બાપુએ રામચરીત માનસ અંગે કહ્યુ કે યુગો પહેલા ભગવાન શિવજી એ રામચરીત માનસ ની રચના કરી હતી.

માનસ એટલે હદય.તેમણે રામકથા હદયસ્થ કરી હતી. આદીથી અંત સુધી કેવળ રામ છે.શિવજી નો મહામંત્ર અને બીજમંત્ર રામ છે.વાલ્મીકી આદી કવિ છે.તો શિવજી અનાદિ કવિ છે.

પુ.મોરારીબાપુ એ ગોંડલ ને તપોભુમી કહી આજે ફરી વંદન કર્યા હતા.ગોંડલ ની વિશિષ્ટતા સાથે ગોંડલ નાં મરચા ને પણ યાદ કરી મનોરથી ચેતનભાઈ ને કહ્યુ કે ભાવીકોને ભોજન માં મરચાનાં ભજીયા ખવરાવજો.

રામકથા નાં બીજા દીવસે પણ વાતાનુકુલિત ડોમ શ્રોતાઓ થી ભરચક બન્યો હતો.

♦પૂ.મોરારીબાપુની રામકથાનું શ્રવણ કરવા દેશ-વિદેશથી પાંચ હજાર ભાવિકોની ઉપસ્થિતિ 

(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ તા. 20
પ્રખર રામાયણી પુ.મોરારીબાપુ ની રામકથા નો શ્રોતાવર્ગ દેશ વિદેશ માં પથરાયો છે.ત્યારે ગોંડલ ખાતે પુ.બાપુની 936 મી કથાનુ રસપાન કરવા છેક નૈરોબી,અમેરીકા,આફ્રીકા, લંડન થી એનઆરઆઈ પરીવારો ઉપરાંત કલકત્તા, દિલ્હી, મુંબઈ, પંજાબ, વલસાડ, મહેસાણા,ડીસા, હિંમતનગર, કચ્છ સહિત ભાવિકો પરીવાર સહિત ગોંડલ ઉમટી પડ્યા હોય ગોંડલ ની હોટેલો,જ્ઞાતિઓ ની વાડીઓ, સ્કુલો, પ્રાઇવેટ બંગલાઓ ઉપરાંત રાજકોટ, વિરપુર, જેતપુર ઉતારાની વ્યવસ્થા કરાઇ છે.

કથાસ્થળ દાસીજીવણ પાર્ટીપ્લોટ ખાતે વિશાળ પંડાલ માં ભોજનાલય ધમધમી રહ્યુ છે.જ્યાં સવારે ચા નાસ્તો અને બપોરે તથા રાત્રે ભોજન ની અલાયદી વ્યવસ્થા કરાઇ છે. હાલ હીટવેવ સાથે કાળઝાળ ગરમી સાથે આકરો તાપ વરસતા હોય કથા મંડપ તથા ભોજનાલય મળી કુલ સવાસો જેટલા એરકંડીશનર કાર્યરત કરાયા છે.

મુખ્ય ડોમ જ્યાં અંદાજે પચ્ચીસ હજાર શ્રોતાઓ કથા શ્રવણ કરી રહ્યા છે તે ડોમ માં 1200 ટન નાં એ.સી.ડોમ ને વાતાનુકુલિત કરી રહ્યા છે.ગોંડલ નાં અનેક યુવક મંડળો અને જ્ઞાતિમંડળો નાં યુવાનો અલગ અલગ વિભાગ માં સેવા આપી રહ્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj