રામરતનધન પાયો: ગોંડલમાં બપોરથી પૂ.મોરારીબાપુની રામકથાનો પ્રારંભ: દેશ-વિદેશથી ભાવિકો ઉમટયા

Gujarat, Saurashtra | Gondal | 18 May, 2024 | 11:39 AM
આયોજકો દ્વારા તૈયારીઓ પૂર્ણ: બપોરે વિરાટપોથી યાત્રા: વ્યવસ્થા જાળવવા 500 સ્વયંસેવકો ખડેપગે: વાતાનુકુલિત ડોમ ઉભો કરાયો
સાંજ સમાચાર

ગોંડલ,તા.18
ગોંડલ માં 43 વર્ષ બાદ મોરારીબાપુ ની કથાનું આયોજન કરાયું હોય શહેરભર માં અનેરો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.તા.18 થી રામકથા નો પ્રારંભ થનાર હોય તા.17 શનીવાર નાં બપોરે પોથીયાત્રા નિકળશે.ત્યારે દાસીજીવણ પાર્ટીપ્લોટ ખાતે રામકથા સમીતી દ્વારા આયોજન ને આખરી ઓપ અપાયો છે.ગોંડલ નાં ભગવતપરા માં આવેલી 500 વર્ષ પુરાતન જગ્યા લોહલંગધામ દ્વારા મહંત મહામંડલેશ્વર 1008 પુ.સીતારામ બાપુ ની અધ્યક્ષતા માં રામકથાનુ આયોજન કરાયું છે.જે માટે વિરપુર જલારામ મંદિર ની જગ્યા નાં ગાદીપતિ રઘુરામબાપા નાં લઘુબંધુ ભરતભાઈ ની મધ્યસ્થી દ્વારા મુખ્ય મનોરથી યુગાન્ડા નાં ચેતનભાઈ સાંગાણી નાં સહયોગ દ્વારા રામકથાનું આયોજન કરાયું છે.

દાસીજીવણ પાર્ટીપ્લોટ ખાતે કથા માટે એસીહજાર સ્ક્વેર ફુટ માં વાતાનુકુલિત મુખ્ય ડોમ ઉભો કરાયો છે.

ડોમ માં ચાર એલીડી સ્ક્રીન મુકાયા છે.

સખત ઉનાળા ને કારણે છાસ,સરબત,ઠંડાપીણા નાં સ્ટોલ ઉભા કરાયા છે.કથા માં દેશ વિદેશ થી હજારો ભક્તો ઉમટવા નાં હોય સરકારી હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલ ની મેડીકલ ટીમ સાથે એમ્બ્યુલન્સ તહેનાત કરાઇ છે.ચાર કરોડનું મેડીકલ વિમા કવચ પણ ઉતારાયું છે.કથા સ્થળ પર દરરોજ રક્તદાન કેમ્પ નું આયોજન પણ કરાયુ છે.

કથા સમીતી નાં મુખ્ય કાર્યકર અશોકભાઈ પીપળીયાએ જણાવ્યું કે કથા શ્રવણ માટે દેશ વિદેશ થી ભક્ત સમુદાય ગોંડલ આવી રહ્યો હોય વિવિધ જ્ઞાતિઓ ની વાડીઓ,સ્કુલો,હોટેલો માં ઉતારાની વ્યવસ્થા કરાઇ છે.કથા દરમિયાન રોજીંદા પચ્ચીસ થી ત્રીસ હજાર લોકો કથારસપાન અને ભોજન પ્રસાદ લેવાનાં હોય 500 જેટલા સ્વયંમસેવકો સેવા આપશે.

કથા પ્રારંભ તા.18 નાં કથા સ્થળે સવારે સો ફુટ ની ઉંચાઇ એ રાષ્ટ્રધ્વજ લહેરાવી ધ્વજવંદન કરાશે.

આજે તા.17 શનીવાર બપોરે એક કલાકે ભગવતપરા લોહલંગધામ થી પોથીયાત્રા પ્રસ્થાન થઈ વિવિધ રાજમાર્ગોપર ફરી દાસીજીવણ પાર્ટીપ્લોટ ખાતે પંહોચશે.સાંજે ચાર કલાકે મોરારીબાપુ કથાનો પ્રારંભ કરાવશે.કાલે તા.18 થી સવારે 9:30 થી બપોર નાં 1:30 દરમિયાન રામકથા નો પ્રારંભ થનાર છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj