રણબીર કપુરની એનિમલ હવે ત્રણ ભાગોમાં આવશે

India, Entertainment | 10 December, 2024 | 04:43 PM
રણબીરે કહ્યું કે બ્રહ્માસ્ત્ર 2 ની સ્ક્રિપ્ટ પર પણ કામ ચાલી રહ્યું
સાંજ સમાચાર

મુંબઈ   :  આ દિવસોમાં બોલિવૂડમાં સિક્વલ ફિલ્મોનો જમાનો ચાલી રહ્યો છે. એક પછી એક સિક્વલ ફિલ્મો જોવા મળી રહી છે. આ ટ્રેન્ડને જોતા, ઘણી ફિલ્મોની સિક્વલ પહેલેથી જ તૈયાર થઈ ગઈ છે, જેની દર્શકો ખૂબ રાહ જોઈ રહ્યાં છે.  કોરોના પીરિયડ પછી એક્ટર રણબીર કપૂરે બ્રહ્માસ્ત્ર અને એનિમલ ફિલ્મોથી જોરદાર કમબેક કર્યું છે. દર્શકો પણ આ બંને ફિલ્મોના પાર્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.  હવે આ સંબંધમાં નવાં અપડેટ્સ સામે આવ્યાં છે.  

રણબીર કપૂરે એક ઇન્ટરવ્યુમાં આ વિશે ઘણી માહિતી શેર કરી છે. રણબીરે કહ્યું કે એનિમલ 2 બનવામાં સમય લાગશે, અને આ ફિલ્મનો ત્રીજો ભાગ બનવાની પણ આશા છે.  ખરેખર, રણબીર કપૂરની ફિલ્મ એનિમલને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મ એનિમલના આગામી ભાગ ’એનિમલ પાર્ક’ની પણ દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યાં છે.   

એક ઈન્ટરવ્યુમાં રણબીરે એનિમલ વિશે કહ્યું કે ’અમે આ ફિલ્મ વર્ષ 2027 સુધીમાં શરૂ કરીશું. આ માટે હજુ થોડો સમય છે. ડાયરેક્ટર સંદીપ બંગાએ આ ફિલ્મમાં શું કરવું તે વિશે વિચાર્યું છે. તે તેને ત્રણ ભાગમાં બનાવવા માંગે છે.

બીજા ભાગનું નામ એનિમલ પાર્ક છે. રણબીરે વર્ષ 2022માં આવેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રના પાર્ટ 2 વિશે પણ વાત કરી હતી. રણબીરે કહ્યું હતું કે બ્રહ્માસ્ત્ર 2 ની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે અને આલિયા ભટ્ટ ચોક્કસપણે તે ફિલ્મમાં જોવા મળશે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj