‘એનિમલ’થી દુનિયામાં લોકપ્રિય થનાર....

રણબીર કહે છે-હું હોલિવૂડની ફિલ્મોમાં કામ કરવા નથી માંગતો

India, World, Entertainment | 09 April, 2024 | 10:49 AM
સાંજ સમાચાર

મુંબઈ: રણબીરકપુરે ફિલ્મ ‘એનિમલ’માં જોરદાર વાહવાહી મેળવી હતી. આ ફિલ્મ તેની કેરીયરમાં માઈનસ્ટોન સાબિત થઈ હતી. જેને પુરી દુનિયાનાં દર્શકોએ વખાણી હતી. તેની સફળતા બાદ રણબીરકપુરને એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે શું તે હોલીવુડની ફિલ્મોમાં કામ કરવા માંગે છે!

જેના જવાબમાં તેણે કહ્યું હતું કે હું હોલીવુડની ફિલ્મોમાં કામ કરવા નથી માંગતો. તેના બદલે હું ભારતીય સિનેમામાં યોગદાન આપવા માગુ છું. કારણ કે હું મારી ભાષાને લઈને કમ્ફર્ટ છુ.

રણબીરે કહ્યું હતું કે હૂં બોલીવુડમાં મારૂ નામ કમાવવાની કોશીશ કરૂ છું. મને લાગે છે કે જો આપ ખરેખર દુનિયામાં તમારૂ નામ કમાવવા માંગો છો તો આપે તેને આપના કલ્ચર અને કેરેકટરની સાથે કરવુ જોઈએ.

હાલમાં રણબીરકપુર નિતેશ તિવારીની ફિલ્મ રામાયણને લઈને ચર્ચામાં છે તેનું શુટીંગ શરૂ થઈ ગયુ છે. રણબીર તેમાં ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે.

આ સિવાય પ્રોડયુસર-ડાયરેકટર સંજયલીલા ભણશાલીની ફીલ્મ લવ એન્ડ વોરમાં પત્નિ આલીયા સાથે સ્ક્રીન શેર કરશે.એનિમલની સિકવલ ‘એનિમલ પાર્ક’ની પણ તૈયારી ચાલી રહી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj