રાજકોટ તા.23
રાજકોટના નિરંજન શાહ સ્ટેડીયમમાં શરૂ થયેલા રણજી ટ્રોફી મેચમાં સૌરાષ્ટ્રના બોલરોના તરખાટ સામે દિલ્હીની ટીમનો 188 રનમાં સંકેલો થઈ ગયો છે. દિલ્હીની ટીમે ટોસ જીતીને પ્રથમ દાવ લેવાનું પસંદ કર્યુ હતું. ઓપનર અર્પિત રાણા ખાતુ ખોલાવ્યા વિના જ જયદેવ ઉનડકટનો શિકાર બન્યો હતો.
દિલ્હીની ટીમે બે વિકેટ માત્ર 34 રનમાં ગુમાવી હતી. યશ ધૂલ તથા કપ્તાન આયુષ બદોનીએ બાજી સંભાળી હતી. છતાં લાંબી ઝીક ઝીલી શકયા ન હતા. આખી ટીમ 188માં ઓલઆઉટ થઈ હતી. સૌથી વધુ 60 રન કપ્તાન બદોનીએ બનાવ્યા હતા.
સૌરાષ્ટ્ર વતી ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ તરખાટ મચાવ્યો હતો અને પાંચ વિકેટ ઝડપી હતી. ધર્મેન્દ્ર જાડેજાએ ત્રણ તથા ઉનડકટ ડોડીયાએ 1-1 વિકેટ ઝડપી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy