પોરબંદર,તા.9 (અનીલ રાજા)
રેડ ક્રોસ સોસાયટીની વૈશ્વિક સેવા પ્રવૃત્તિઓ ને બિરદાવવા માટે વિશ્વ રેડક્રોસ દિવસ મનાવાઇ છે ત્યારે ત્યારે પોરબંદરમાં ઇન્ડિયન રેડક્રોસસોસાયટીનીતાલુકા શાખા દ્વારા રેડ ક્રોસ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તે ઉપરાંત છાશ કેન્દ્રનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે.
પોરબંદરમાં વિશ્વ રેડક્રોસ દિવસ નિમિત્તે રેડ ક્રોસ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તે ઉપરાંત છાશ કેન્દ્રનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે.8મી મે એ વિશ્વ રેડક્રોસના સ્થાપના દિવસ છે, તે નિમિત્તે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખા દ્વારા રેડ ક્રોસ રથયાત્રા યોજવામાં આવી છે, ત્યારે એમ્બ્યુલન્સ સ્વરૂપે આ રથ પોરબંદર પહોંચતા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, પોરબંદર તાલુકા શાખા ના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા સહિત તેમને આવકાર આપ્યો હતો.
અને આ રથયાત્રાના માધ્યમથી સ્વયંસેવક નોંધણી શિબિર અને છાસ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું અને રેડ ક્રોસ દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ માનવતાવાદી પ્રવૃત્તિઓ વિશે જાગૃતિ ફેલાવવામાં આવી હતી જેમાં પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિત વિશાળ સંખ્યામાં આગેવાનો જોડાયા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy