(ગની કુંભાર) ભચાઉ, તા.10
અંજાર નગરપાલિકા વિરોધપક્ષ નેતા અને વોર્ડ નં 4 ના નગરસેવક શ્રી રાજેન્દ્રસિંહ ટી જાડેજા દ્વારા રાશન કાર્ડ અને આધારકાર્ડ મા સુભ નો મફત કેમ્પ યોજી 378 લોકો ને લાભ આપ્યો હતો.
તા.8 ના રવિવારે વોર્ડ નં 4 માં આવેલ ચામુંડા સોસાયટી મધ્યે ચામુંડા મંદિરમા અંજાર નગરપાલિકા વિરોધપક્ષ નેતા અને વોર્ડ નંબર 4 ના નગર સેવક શ્રી રાજેન્દ્રસિંહ ટી જાડેજા દ્વારા પોતાના વોર્ડના રહેવાસીઓ માટે મફત કે.વાય.સી કરાવવાનો કેમ્પ યોજ્યો હતો જેમાં વોર્ડ નંબર 4 ના 300 થી ઉપર અને અન્ય વોર્ડના 75 જેવા એમ ટોટલ 378 લોકો એ કે.વાય.સી કરાવ્યું હતું.
આ કેમ્પમા ચામુંડા મંદિર ના પૂજારી ભરતભાઈ ગોસ્વામી ચામુંડા મંદિર ના ટ્રસ્ટી નારણભાઇ બારોટ ખલીફા કોલોની ના પ્રમુખ રઝાકભાઈ ખલીફા, અંજાર શહેરના જાગૃત નાગરિક એલ.વી.વોરા સાહેબ, રામસતૂરભાઈ આહીર,સહદેવસિંહ જાડેજા, કૌશિકભાઈ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા
આ કેમ્પ ને સફળ કરવા અલ્તાફભાઈ રાયમા હેમંગભાઈ ચૌહાણ,સાવનભાઈ પટેલ,રોહિતભાઈ પ્રજાપતિ,રાજભાઈ બારોટ,નૌશાદભાઈ ખલીફા,જયભાઈ પરમાર, નારણભાઇ આહીર (વી. સી ), જુશબભાઇ રાયમા ( ઓપરેટર ),નફીસાબેન લોહાર (ઓપરેટર ) નરશીભાઈ પ્રજાપતિ દાઉદભાઈ લોઢીયા,સલીમભાઇ રાયમા, બલેશભાઈ પુરોહિત, અર્જુનસિંહ જાડેજા,દિવ્યરાજસિંહ જાડેજા તથા અન્ય અનેક લોકો એ ખુબજ જહેમત ઉઠાવી હતી.
આ સિવાય આવતા રવિવારે રાજેન્દ્રસિંહ ટી જાડેજા દ્વારા એકતાનગરમા આવેલ અંકલેશ્વર મહાદેવ મંદિરે સુભના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તે કેમ્પ મા લાભ લેવા ઇચ્છુક લોકોએ 7211177888 આ નંબર પર પોતાનું નામ સરનામું અને મોબાઈલ નંબર મોકલવા જેથી શનિવારે તમામ ને સમય ફળવવા મા આવશે તેમ સંજયભાઈ જાદવ (પ્રમુખ અંજાર શહેર યુવા કોંગ્રેસ) એ જણાવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy