રાજકોટમાં મહિલાના પગ સળગાવી હત્યાનો પ્રયાસ કરનાર બગસરાનો રવિ સોલંકી ઝબ્બે

Crime | Rajkot | 21 May, 2024 | 12:19 PM
સગાઈની વાત નક્કી કર્યા પછી, સગપણ તોડી નાખતા ઉશ્કેરાયેલા રવિએ અડધી રાત્રે ઘરની બારીમાંથી પેટ્રોલ છાંટી આગ ચાંપી દેતા ભારતીબેન પરમાર ગંભીર રીતે દાઝી ગયેલા
સાંજ સમાચાર

રાજકોટ, તા.21
રાજકોટમાં મહિલાના પગ સળગાવી હત્યાનો પ્રયાસ કરનાર રવિ વજુ સોલંકી (ઉ.વ.35, રહે. અમરપરા લાતી બજાર પાસે, બગસરા)ને પ્રદ્યુમનનગર પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધો હતો. રવિની સગાઈની વાત ભારતીબેને પોતાની દીકરી મધુ સાથે નક્કી કર્યા પછી, સગપણ તોડી નાખતા ઉશ્કેરાયેલા રવિએ અડધી રાત્રે ઘરની બારીમાંથી પેટ્રોલ છાંટી આગ ચાંપી દેતા ભારતીબેન રમેશભાઈ પરમાર (ઉં. વ.50, રહે. વાલ્મિકી સલ્મ કવાર્ટર, જામનગર રોડ, રાજકોટ) ગંભીર રીતે દાઝી ગયા હતા.

આ બનાવ પછી પોલીસે જાનથી મારી નાખવાની ધમકી તથા ખુન કરવાની કોશિશની ઘટના હોય, આઇપીસી 307, 501(2) મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચકકરો ગતિમાન કર્યાં હતાં.

પ્ર.નગર પીઆઈ બી.એમ. ઝણકાટના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ બી.વી.ચુડાસમા અને તેમની ટીમ આરોપીની શોધખોળમાં લાગી હતી. ઘટનનાને અંજામ આપ્યા પછી રવિ પોતાનો મોબાઈલ ફોન બંધ કરી શહેરમાં અલગ અલગ જગ્યાએ નાસતો ફરતો હતો. પોલીસે હ્યુમન સોર્સની મદદથી ગત રાત્રે જ આરોપીને ઝડપી લીધો હતી. હાલ રવિ રાજકોટમાં જ રહેતો અને બાલાજી હોલ પાસે શિવ હોસ્પિટલમાં સફાઈ કામ કરતો. તેણે અન્ય જુદી જુદી જગ્યાએ પણ કામ કર્યું છે. આ તરફ જેની સાથે તેનું સગપણ નક્કી થયું હતું, તે મધુ પણ સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે. 

રવિએ બંને મા દિકરીનું ખૂન કરી નાખીશ તેવી ધમકી પણ આપેલી. ભારતીબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, રવિ વજુ ઉર્ફે કેશુભાઇ સોંલકી (રહે.બગસરા) સાથે મારી દીકરીની સગાઈ નકકી થયેલ હોય અને અમને એ સગપણ પસંદ ન આવતા સગાઈની ના પાડી સંબંધ તોડી નાખેલ.

જેના કારણે આ રવિ છેલ્લા ત્રણેક મહિનાથી વારંવાર દિકરીને ફોન કરી ધમકાવી જાનથી મારી નાખવા સળગાવી દઈશ અને બંને મા દિકરીનું ખુન કરી નાખીશ. તેવી ધમકીઓ આપતો. ગત રાત્રે પણ ફોનથી ધમકી મારી પ્રથમ એક વખત દરવાજો ખખડાવી જતો રહ્યા બાદ રાત્રીના બે વાગ્યે ફરીથી આવી, પ્લાસ્ટીકની બોટલમાં પેટ્રોલ લાવી મારી ઉપર પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી જાનથી મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કરી શરીરે બન્ને પગે ગુપ્ત ભાગે તથા પેટ તથા કમરના ભાગે સળગાવી જીવલેણ ઈજા કરી ભાગી ગયો હતો. આજે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj