રવિન્દ્ર જાડેજાએ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પત્ની રિવાબાને સમર્પિત કર્યો

Sports | Rajkot | 20 February, 2024 | 10:44 AM
મારી પત્ની જ મારી શકિતનો સ્તંભ, આત્મવિશ્વાસ પ્રદાન કરે છે: રવિન્દ્ર
સાંજ સમાચાર

રાજકોટ,તા.20
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ઈંગ્લેન્ડ સામે રમાયેલી ત્રીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. લોકલ બોય જાડેજાએ આ એવોર્ડ પોતાની પત્ની રિવાબાને સમર્પિત કર્યો હતો. 

પોતાના હોમગ્રાઉન્ડમાં રમતા રવિન્દ્ર જાડેજા એક જ ટેસ્ટમાં સદી ફટકારનાર અને પાંચ વિકેટ લેનારો બીજો ભારતીય ખેલાડી બન્યો. આ પહેલા રવિચંદ્રન અશ્વિને આ સિદ્ધિ નોંધાવી હતી. ભારતે રાજકોટ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે શાનદાર જીત હાંસલ કરી હતી, જે બીજા વિશ્વયુદ્ધ પછી અંગ્રેજોની સૌથી મોટી હાર છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા શેર કરવામાં આવેલા એક વિડીયોમાં પોતાના પ્રદર્શન વિશે વાત કરતાં જાડેજાએ કહ્યું કે, બીજી ઈનિંગ્સમાં 5 વિકેટ લેવી એ એક ખાસ લાગણી છે. તેમાં પણ એક જ ટેસ્ટમાં સદી ફટકાર્યા બાદ 5 વિકેટ મેળવવી ખાસ છે.

પત્નીના સતત માનસિક સમર્થન બદલ તેનો આભાર વ્યક્ત કરતાં જાડેજાએ કહ્યું હતું કે, આ એવોર્ડ મારા માટે ખાસ છે કારણ કે તે મારા હોમ ગ્રાઉન્ડ પર આપવામાં આવ્યો છે. હું આ પુરસ્કાર મારી પત્નીને સમર્પિત કરવા માંગુ છું, જે હંમેશા મારી શક્તિનો સ્તંભ છે અને મને અતૂટ આત્મવિશ્વાસ પ્રદાન કરે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj