હૈદરાબાદ-બેંગલુરુ મેચમાં રેકોર્ડનો વરસાદ - એક દિવસમાં 549 રન બન્યા, SRH 25 રને જીત્યું, હેડની 39 બોલમાં સદી

India, Sports | 16 April, 2024 | 10:13 AM
RCB એ બીજી ઇનિંગ્સમાં સર્વોચ્ચ સ્કોર બનાવ્યો : દિનેશ કાર્તિકે સૌથી લાંબી સિકસ ફટકારી
સાંજ સમાચાર

બેંગલુરુ : હૈદરાબાદે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર કરનારી મેચ 25 રને જીતી લીધી હતી. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. SRHએ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 287 રન બનાવ્યા હતા. આરસીબીએ બીજા દાવમાં પણ 7 વિકેટ ગુમાવીને 262 રન બનાવ્યા હતા પરંતુ મેચ હારી ગઈ હતી.

મેચમાં કુલ 549 રન બનાવ્યા હતા, જે T-20ના ઈતિહાસમાં સૌથી વધુ છે. આ પહેલા SRH અને MI વચ્ચેની મેચમાં 523 રન બનાવ્યા હતા. SRH એ પણ IPLનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો, ટીમે પોતાનો જ 19 દિવસ જૂનો રેકોર્ડ તોડ્યો. 27 માર્ચે ટીમે MI સામે 277 રન બનાવ્યા હતા.

SRH તરફથી ટ્રેવિસ હેડે 39 બોલમાં સદી ફટકારી હતી, તેણે 41 બોલમાં 102 રન બનાવ્યા હતા. હેનરિક ક્લાસને 67 રન અને અબ્દુલ સમદે 37 રન બનાવ્યા હતા. લોકી ફર્ગ્યુસને 2 વિકેટ લીધી હતી. આરસીબી તરફથી દિનેશ કાર્તિકે 35 બોલમાં 83 રન બનાવ્યા હતા. ફાફ ડુ પ્લેસિસે 62 રન અને વિરાટ કોહલીએ 42 રનનું યોગદાન આપ્યું હતું. SRH તરફથી કેપ્ટન પેટ કમિન્સે 3 વિકેટ લીધી હતી.

SRHના વિસ્ફોટક ટોપ-3 બેટ્સમેનઃ
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલા SRHના ટોપ-3 બેટ્સમેનોએ વિસ્ફોટક ઇનિંગ રમી હતી. અભિષેક શર્માએ 34, હેનરિક ક્લાસને 67 અને ટ્રેવિસ હેડે 102 રન બનાવ્યા હતા. અભિષેકનો સ્ટ્રાઈક રેટ 150 હતો અને બાકીના બેનો 200થી વધુ હતી.

13 બોલમાં 4 વિકેટઃ RCBએ 7.5 ઓવરમાં 100 રન પૂરા કર્યા. અહીંથી ટીમે 13 બોલમાં 4 વિકેટ ગુમાવી દીધી અને ટીમનો સ્કોર 10 ઓવરમાં 122/5 થઈ ગયો.

મેચમાં 549 રનનો રેકોર્ડ : 
મેચમાં કુલ 549 રન બનાવ્યા હતા, જે T-20ના ઈતિહાસમાં સૌથી વધુ છે. આ પહેલા SRH અને MI વચ્ચેની મેચમાં 523 રન બનાવ્યા હતા. SRH એ પણ IPLનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો, ટીમે પોતાનો જ 19 દિવસ જૂનો રેકોર્ડ તોડ્યો. 27 માર્ચે ટીમે MI સામે 277 રન બનાવ્યા હતા.

SRH એ IPLની એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર : 
ફટકારવાનો રેકોર્ડ સનરાઇઝર્સ હૈદરાબાદે RCB સામે 22 સિક્સ ફટકારીને બનાવ્યો ટીમે વર્ષ 2013માં પુણે વોરિયર્સ સામેની મેચમાં 21 છગ્ગા ફટકાર્યા હતા. આ રેકોર્ડ પણ બેંગલુરુમાં જ બન્યો હતો.

T-20 ક્રિકેટમાં બીજો સૌથી વધુ સ્કોર : 
SRH એ RCB સામે વ્યાવસાયિક T-20 ક્રિકેટમાં બીજો સૌથી વધુ સ્કોર બનાવ્યો. ટીમે અફઘાનિસ્તાનનો રેકોર્ડ તોડ્યો હતો. વર્ષ 2019માં અફઘાનિસ્તાને આયર્લેન્ડ સામે (278/3) બનાવ્યો હતો. આ મેચમાં હઝરતુલ્લા ઝાઝાઈએ 16 છગ્ગાની મદદથી 162* રન બનાવ્યા હતા. T-20 ક્રિકેટમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ નેપાળના નામે છે. વર્ષ 2023માં જ નેપાળે એશિયન ગેમ્સમાં મંગોલિયા સામે 314 રન બનાવ્યા હતા.

RCBએ બીજી ઈનિંગમાં બનાવ્યો IPLનો સૌથી મોટો સ્કોર:
RCBના બેટ્સમેનો SRHના સ્કોરનો પીછો કરવામાં નિષ્ફળ રહ્યા છતાં તેમણે બીજી ઈનિંગમાં એટલે કે ચેઝ કરીને IPLનો સૌથી મોટો સ્કોર બનાવ્યો. ટીમે 7 વિકેટના નુકસાન પર 262 રન બનાવ્યા હતા. ટીમે આ વર્ષે MI દ્વારા બનાવેલો રેકોર્ડ તોડ્યો છે. MI એ SRH સામે 277 રનનો પીછો કરતી વખતે 246 રન બનાવ્યા હતા.

IPL મેચમાં સૌથી વધુ બાઉન્ડ્રી:
SRH અને RCB બેટ્સમેનોએ મળીને IPL મેચમાં સૌથી વધુ બાઉન્ડ્રીનો રેકોર્ડ બનાવ્યો છે. બંને ટીમોએ મળીને કુલ 81 બાઉન્ડ્રી ફટકારી હતી, બાઉન્ડ્રી એટલે કે બંને ફોર અને સિક્સર. ટીમે CSK vs RR મેચનો રેકોર્ડ તોડ્યો. વર્ષ 2010માં CSK અને RR વચ્ચેની મેચમાં ચેપોક મેદાનમાં કુલ 69 બાઉન્ડ્રી ફટકારવામાં આવી હતી. વર્ષ 2024માં SRH અને MI વચ્ચેની મેચમાં 69 બાઉન્ડ્રીના રેકોર્ડની બરાબરી થઈ હતી.

દિનેશ કાર્તિકે સીઝનની સૌથી લાંબી સિક્સ ફટકારી : 
આ સિઝનની સૌથી મોટી સીક્સ દિનેશ કાર્તિકે ફટકારી છે. આ પહેલા આ જ મેચમાં હેનરિક ક્લાસને સૌથી મોટી સિક્સ ફટકારી હતી. તેણે આ સિઝનમાં 106 મીટરની છગ્ગા ફટકારી હતી. પુરને બેંગલુરુના મેદાન પર જ આરસીબી સામે આ સિક્સર ફટકારી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj