મુંબઈ: બોલીવુડની સૌથી સફળ સુપરહીરો ફ્રેન્ચાઈઝી ‘ક્રિશ’ની આગામી ફિલ્મ ‘ક્રિશ 4’ લાંબા સમયથી ચર્ચામાં છે. હૃતિક રોશનને સુપરહીરો તરીકે ચમકાવતી આ ફિલ્મ વિશે રોજ કંઈ ને કંઈ અપડેટ આવતું રહે છે. હવે આ ફિલ્મને લગતા મોટા સમાચાર આવ્યા છે.
હાલમાં ઓવર ધ ટોપ (ઓટીટી) પ્લેટફોર્મ નેટફિલકસ પર ડોકયુમેન્ટરી સિરીઝ ‘ધ સેશન્સ’ રિલીઝ થઈ હતી. આ સિરીઝમાં રોશન પરિવારના સંઘર્ષ અને સફળતાની ઈન્સાઈડ સ્ટોરી દર્શાવવામાં આવી છે.
આ સીરીઝને દર્શકો તેમજ વિવેચકો તરફથી પોઝીટીવ પ્રતિભાવ મળ્યો છે અને આ વાતને સેલિબ્રેટ કરવા માટે રાકેશ રોશને સકસેસ-પાર્ટી હોસ્ટ કરી હતી.
આ પાર્ટીમાં એકટ્રેસ રેખાને જયારે ફોટોગ્રાફરોએ રાકેશ રોશનને સવાલ કર્યો કે શું ‘ક્રિશ 4’માં રેખા જોવા મળશે? ત્યારે રાકેશ રોશને કહ્યું કે આ ફિલ્મમાં તમને બધાં જ જોવા મળશે. રાકેશ રોશનના આ નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું કે હૃતિક રોશન સ્ટારર ‘ક્રિશ 4’ માં રેખા જોવા મળશે.
રેખા ‘કોઈ મિલ ગયા’થી આ સુપરહીરો સીરીઝનો મહત્વનો હિસ્સો રહી છે. તે ‘ક્રિશ’ અને ‘ક્રિશ 3’માં પણ જોવા મળી હતી. જો કે હાલમાં ‘ક્રિશ 4’ની રિલીઝ-ડેટ વિશે કોઈ જાહેરાત કરવામાં નથી આવી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy