રાજકોટ,તા.24
સાધુવાસવાણી રોડ, પાટીદારચોકમાં આવેલ શ્રી જીરાવલા પાર્શ્વનાથ જિનાલયના ઉપાશ્રયમાં ગુરૂ મંદિરમાં બિરાજમાન શ્રી સિધ્ધિ સુરીશ્વરજી દાદા કે જેઓની આગામી તારીખ ર6/1/રપ નાં રોજ બાપજી મહારાજ સાહેબ ની પ્રતિષ્ઠા જમાલપુર (અમદાવાદ) ખાતે થનારી છે.
તે પાવન દિવસે રાજકોટ મધ્યે બીરાજમાન શ્રી સિધ્ધિ સુરીશ્વરજી દાદા ના ગુરૂ મંદીરમાં પણ ઉજવણી કરવા માટે શ્રી સંઘ તત્પર તૈયાર છે. પ.પૂ.બાપજી મહારાજ સાહેબ 23 વર્ષની ભરયૌવન વયે સંયમ જીવન ધારણ કર્યું.આજીવન તપ ધર્મ વૈયાવચ્ચ અગોચર સાધના અલૌકિક દિવ્ય શક્તિ સિધ્ધિ અને ઉત્કૃષ્ટ હઠયોગ સિધ્ધિ..પળેપળ શાસન ની સંભાળ દિવ્ય વચન સિધ્ધિ થી અલંકૃત સંઘસ્થવિરના વિશિષ્ટ દરજ્જાથી શોભાયમાન જૈન શાસન ના એક માત્ર આચાર્ય એટલે પ.પૂ આ.ભ.શ્રી સિધ્ધિસૂરીશ્ર્વરજી મહારાજા. આજીવન પદવિહારી..જીવનના 72 મા વર્ષે વર્ષીતપ પ્રારંભ તે 10પ વર્ષ કાળધર્મ સુધી અખંડ (33 વર્ષ)87 વર્ષની ઉમરે પાલીતાણા ની પગપાળા યાત્રા.આવા પરમ ઉપકારી પ્રત્યક્ષ પ્રભાવી દાદાના ચરણે. અનંતશ વંદના. ર6/1/રપ, રવિવાર નાં દિવસે સવારે 7:30 કલાકે સામૂહિક જાપ ત્યારબાદ બાપજી મહારાજની પહેલી, બીજી અને ત્રીજી વાસક્ષોપ પૂજા તેમજ આરતીનું આયોજન છે.
પ્રસંગ બાદ પ્રતિષ્ઠાની ખુશીમાં પ્રભાવનાનું પણ સુંદર આયોજન કરવામાં આવેલ છે. શ્રી આનંદ મંગલ વિવિધલક્ષી હોલ, 4 રધુવીર પાર્ક, શ્રી જીરાવલા પાર્શ્વનાથ જિનાલયની ગલીમાં છે. તો આ દિવસે ખાસ દર્શન કરવા પધારશો. તેવી સંઘ અપીલ છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટેપ્રમુખ દિલીપભાઈ દેસાઈ (7990પ70811) તથા ટ્રસ્ટી મંડળનાં સર્વે વિરેન્દ્રભાઈ મહેતા, નરેન્દ્રભાઈ શાહ, અનિલભાઈ મહેતા, ગિરીશભાઈ શાહ, પ્રકાશભાઈ શાહ, જયેન્દ્રભાઈ શાહ, સમીરભાઈ કાપડીયા, જિનેશભાઈ શાહ તથા યુવક મંડળનાં તમામ ભાઈઓ અને મહીલા મંડળ તથા યંગ લેડી યુવા ગ્રુપના તમામ બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy