ઈંદોરા (હિમાચલ પ્રદેશ) તા.9
ઓપરેશન સિંદુર બાદ પાકિસ્તાન દ્વારા પંજાબ, હિમાચલ પ્રદેશ પાસે ડ્રોન હુમલા કરાયા હતા. જેમાં પઠાણકોટથી લગભગ 35 કી.મી.દુર હિમાચલ પ્રદેશનાં ઈન્દોરા-ગંગથ માર્ગ પર અટ્ટાહડા પુલ પાસે પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલ મિસાઈલને સેના દ્વારા તોડી પડાયુ હતું.
જેના અવશેષ રસ્તા પર ફસાયેલી હાલતમાં મળી આવ્યા હતા.પોલીસે આર્મીને આ બાબતે જાણ કરતાં આ અવશેષોને આર્મીએ કબજે કર્યા હતા. જયારે બીજી બાજુ પંજાબનાં હોશીયારપુરમાં પણ પાકિસ્તાનની નષ્ટ થયેલ મિસાઈલનાં ટુકડા મળી આવ્યા છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy