રાજકોટ લોકસભાની બેઠકની ચૂંટણીમાં ફરજ બજાવનારા 10,500 કર્મચારીઓને રૂા.1.72 કરોડનું મહેનતાણું ચૂકવાયું

Local | Rajkot | 22 May, 2024 | 03:27 PM
પટ્ટાવાળાના મહેનતાણામાં રૂા.50નો વધારો: પ્રિસાઈડીંગ સ્ટાફને રૂા.350 લેખે તાલીમ સહિતના દિવસોના ભથ્થા ચૂકવાયા: મતગણતરી માટે શુક્રવારે 600 કર્મચારીઓને અપાશે ખાસ તાલીમ
સાંજ સમાચાર

રાજકોટ તા.22
રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીમાં ફરજ બજાવનારા 10,500 કર્મચારીઓને રૂા.1.72 કરોડથી વધુની રકમના મહેનતાણાની ચુકવણી કરી દેવામાં આવી છે. ચૂંટણીપંચ દ્વારા પોલીંગ સ્ટાફના મહેનતાણા માટે જરૂરી ગ્રાન્ટ ફાળવી દેવાતા રાજકોટ જીલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કર્મચારીઓને મહેનતાણાની રકમની ચુકવણી કરી દેવામાં આવી છે. જેમાં બુથવાઈઝ સરેરાશ રૂા.8000ની રકમ ચુકવવામાં આવી છે.

લોકસભાની ચૂંટણીમાં ફરજ બનાવનારા પટ્ટાવાળા કર્મચારીઓના મહેનતાણામાં રૂા.50નો વધારો કરવામાં આવેલ છે. પટ્ટાવાળા કર્મચારી દીઠ રૂા.150ના બદલે આ વખતે રૂા.200નું મહેનતાણું ચુકવવામાં આવ્યું છે. જયારે પ્રીસાઈડીંગ ઓફીસર દીઠ રૂા.350 લેખે તાલીમ સહિતના ભથ્થા ચુકવવામાં આવેલ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

કર્મચારીઓને ચૂંટણી ફરજના આ મહેનતાણાની રકમ ઓનલાઈન તેના ખાતામાં જમા કરાવી દેવામાં આવી છે. અહીં એ ઉલ્લેખનીય છે કે ચૂંટણીપંચ દ્વારા મંડપ, કેમેરા, ગાદલા-ગોદળા સહિતના અન્ય ખર્મ ચુકવવાની ગ્રાન્ટ હજુ ફાળવવામાં આવી ન હોય તેનું ચુકવણું વધુ ગ્રાન્ટની ફાળવણી બાદ ચુકવવામાં આવનાર છે.

અહીં એ ઉલ્લેખનીય છે કે રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીની મત ગણતરી આગામી તા. 4 જુનના રોજ કરવામાં આવનાર હોય મતગણતરી માટેના 600 જેટલા કર્મચારીઓને જરૂરી ખાસ તાલીમ તા.24ને શુક્રવારના પ્રમુખ સ્વામી ઓડીયોરીયમ ખાતે અધિક કલેકટર (ચૂંટણી) મુછાર દ્વારા તાલીમ આપવામાં આવશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj