વોર્ડ નં.4માં મધુરમ રેસીડેન્સીના રહીશોને એકસાથે વર્ષોના બિલ મળતા ચેરમેન સમક્ષ રજૂઆત કરાઇ

Local | Jamnagar | 02 April, 2024 | 03:25 PM
સાંજ સમાચાર

 જામનગર તા.2

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ 4 ની મધુરમ રેસિડેન્સી.1ના રહેવાસીઓને એકી સાથે ઘણા વર્ષોના મિલકત વેરા,વોટર ટેક્સ સહિતના બિલ મળેલ છે. જે અંગે કોર્પોરેટર રચનાબેન નંદાણીયાની રજુઆત કરેલ છે.જે અંગે તપાસનો આદેશ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરાએ કમિશનરને પત્ર પાઠવી કર્યો છે.

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ 4ના સભ્ય રચનાબેન નંદાણીયા તથા મધુરમ રેસીડેન્સી-1 ના રહેવાસીઓએ રૂબરૂમાં રજૂઆત કરેલ છે કે, મધુવન સોસાયટીના રહેવાસીઓને હાલે જે છેલ્લા હાઉસ ટેક્સના બીલ મળેલ છે.

તેમાં એકી સાથે એક વર્ષ કરતા ઘણા વર્ષના ટેક્સની રકમનો સમાવેશ કરી બીલો પાઠવવામાં આવેલ છે. અને આ બીલોમાં તેઓના રહેણાંકના બાંધકામ અંગેનો ટેક્સ એકી સાથે સમાવેશ કરીને બીલો મોકલવામાં આવેલ છે. જેથી, આ વિસ્તારના રહેવાસીઓને રેગ્યુલર હાઉસ ટેક્સના બીલોને બદલે ઘણી મોટી રકમ બીલો મળેલ હોય. આથી, સામાન્ય વર્ગના લોકો એકી સાથે આટલી મોટી રકમ ભરી ના શકે તેઓની આર્થિક સ્થિતિ ન હોય. જે બાબતે રૂબરૂ રજુઆત કરેલ છે અને જે તે વખતે બાંધકામ બાદ સમયસર શા માટે ટેક્સના બિલો મોકલવામાં આવેલ નથી ?  આ બાબતે તેઓની રજુઆતમાં જો તથ્ય હોય તો આ અંગે ખરેખર હકિક્ત શું છે ? અને શા માટે સમયસર અને નિયમ મુજબ કાર્યવાહી થયેલ નથી ? તેમજ આમ થવા પાછળ કોની બેદરકારી છે ? તે અંગે કાયદા અને નિયમની જોગવાઈ મુજબ કાર્યવાહી કરી જવાબદારોની જવાબદારી નકકી કરી ધોરણસરની કાર્યવાહી કરવી જોઈએ. જેથી, ભવિષ્યે આવી બેદરકારી રહેવા પામે નહિ. આ બાબતે તાકીદે નિયમોનુસાર કાર્યવાહી  કરવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરાએ કમિશનરને પત્ર પાઠવેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj