જામજોધપુરના નિવૃત તલાટી દ્વારા ભાગીદારીમાં જમીન ખરીદવાની લાલચ આપી રૂા.11 લાખની છેતરપીંડી

Crime | Jamnagar | 17 April, 2024 | 12:07 PM
મહિલાને રોકડના બદલામાં સિકયુરીટી પેટે આપેલું સોનું પણ નકલી નીકળ્યું: ફરિયાદ થતાં પોલીસ તપાસનો ધમધમાટ
સાંજ સમાચાર

જામનગર, તા.17
જામજોધપુરના નિવૃત તલાટીએ 11 લાખની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો.નિવૃત તલાટીએ ભાગીદારીમાં જમીન ખરીદ કરવાની લાલચે મહિલા પાસેથી કટકે કટકે 11 લાખ સેરવી લીધા હતા. એટલું જ નહીં નિવૃત શિક્ષકે કળા કરી મિલકત પોતાના પુત્ર અને જમાઈના નામે કરાવી લીધી હતી. જે મામલે મહિલાને જાણ થતા મહિલાએ પોતાના રૂપિયા માંગ્યા હતા.

ત્યારે ભેજાબાજ આરોપીએ હાલ રૂપિયાની વ્યવસ્થા ન હોવાના ગાણા ગાય સિક્યુરિટી પેટે દાગીના પકડાવી દીધા હતા. જેની ખરાઈ કરતા દાગીના ખોટા નિકળ્યા હતા. જેને લઇને મહિલા માથે જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારબાદ આ મામલો જામજોધપુર પોલીસ મથકે પહોંચતા પોલીસે નિવૃત્ત તલાટી મંત્રી સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જામનગર જિલ્લાના જામજોધપુરમાં સગરા ચકલા પાસે રહેતા અને ઘરકામ થતા ખેતીકામ કરતા અંજનાબેન નટુભાઇ ખાંટ (ઉ.વ.45) નિવૃત્ત તલાટી મંત્રી ચીમનભાઈ ખાંટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયા અનુસાર ચીમનભાઈએ અંજણાબેનને ભાગીદારીમા ખેતીની જમીન ખરીદવાનો ભરોસો આપ્યો હતી. બાદમાં પ્રથમ ઓગસ્ટ 2018 મા રૂ.7,00,000 તથા  જમીનના સોદાખત કરવા માટે સુથીની રકમ આપવા માટે તા.5/12/20 ના રોજ  રૂ.2,00,000 મેળવી લીધા હતા.

બાદમાં તા.28/3/21 ના રોજ રૂ. 2,00,000 જમીન ખરીદવાના સોદાખત કરવા માટે સેરવી લીધા હતા. આમ જુદાજુદા બહાના હેઠળ રૂ.11,00000 જેવી મોટી રકમ સેરવી લીધી હતી. બાદમાં ખેતીની જમીન આરોપીના પુત્ર આશીષભાઇ ખાંટના નામે કરી લઈ તેમજ ડેરીની જમીનનો દસ્તાવેજ તેના જમાઇના નામે કરી લીધો હતો. જે અંગે અંજનાબેનને જાણ થતાં તેઓએ તેને આપેલી રકમ પરત માંગી હતી. 

ત્યારે નિવૃત તલાટીએ હાલ પૈસાની વ્યવસ્થા નથી તેમ કરી રકમની સિક્યુરીટી માટે તેઓએ સોનાના દાગીનાઓ અંજણાબેનને આપ્યા હતા. અને એવું કહ્યું હતું કે જ્યારે રૂપીયા પરત આપે ત્યારે દાગીના આપી દેવાના. બાદમાં અંજનાબેન ને અજુગતું લાગતા તેઓએ સોનાના દાગીનાની ખાત્રી કરાવી હતી. જેમાં આ તમામ દાગીના ખોટા હોવાનું ભોપાળું થતું થયું હતું.

બાદમાં આ તમામ દાગીના ખોટા હોવાનુ જણાવતા આરોપીને દાગીના ખોટા હોવાની વાત કરતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઈ ભુંડી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.  જેને પગલે સમગ્ર મામલો જામજોધપુર પોલીસ મથકે પહોંચ્યો છે જ્યાં અંજનાબેનની ફરિયાદના આધારે પોલીસે આરોપી ચીમનભાઈ ખાંટ વિરુદ્ધ 406,420,504,506(2) મુજબ ગુન્હો દાખક કરી કાર્યવાહી હાથ ધરી છે. હાલા પ્રકરણની જામજોધપુર પોલીસ મથકના પીઆઇ વાય.જે. વાઘેલા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj