દુબઇ ,તા.17
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં ભારતીય ટીમે રવિવારે આઈસીસી એકેડેમી ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરી હતી. આમાં, મોહમ્મદ શમીએ બોલિંગ કોચ મોર્ને મોર્કેલ સાથે ઘણો સમય પસાર કર્યો હતો. તે જ સમયે હાર્દિક પંડ્યાના જોરદાર શોટ પર ઋષભ પંતને ઘૂંટણમાં બોલ લાગ્યો હતો. તે પીડાના કારણે પડી ગયો હતો પણ ફિઝિયો કમલેશ જૈને તરત જ તેની સારવાર કરી હતી.
હાર્દિક તરત નેટમાંથી બહાર આવ્યો અને પંતની પાસે ગયો હતો. જો કે, ઈજા ગંભીર ન હતી અને પંત તરત જ પેડ પહેરીને બેટિંગ કરવા આવ્યો હતો. શમી ઘૂંટણ પર સ્ટ્રેચેબલ બેન્ડ પહેર્યા હતાં. તેણે ટૂંકા રનઅપથી શરૂઆત કરી હતી. બેટ્સમેનો અભ્યાસ માટે ઉતર્યા પછી શમીએ જોરદાર બોલિંગ કરી હતી.
હાર્દિક પંડ્યા અને શ્રેયસે કુલદીપ યાદવ અને બાકીના સ્પિનરોની સામે પ્રેક્ટિસ કરી હતી. કોહલીએ પ્રેક્ટિસ દરમિયાન ખૂબ જ એકાગ્રતાથી રમત રમી હતી. રોહિત ગત સપ્તાહે કટકમાં ઇંગ્લેન્ડ સામે સદી પછી સારાં મૂડમાં હતો. મુખ્ય બેટ્સમેનોના અભ્યાસ દરમિયાન, હર્ષિત રાણા, વરૂણ ચક્રવર્તી અને પંતે, ફિલ્ડિંગ કોચ ટી દિલીપ સાથે પ્રેક્ટિસ કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy