ઋષભ પંત IPLમાં રમવા તૈયાર: 15 મહિને પ્રથમ વોર્મઅપ મેચ રમ્યો

India, Sports | 21 February, 2024 | 05:20 PM
સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.21
માર્ગ અકસ્માતમાં ગંભીર ઇજા બાદ ક્રિકેટ મેદાનથી દૂર થઇ ગયેલો ભારતીય વિકેટકીપર બેટસમેન ઋષભ પંત આગામી આઇપીએલથી ફરી ક્રિકેટ રમતો જોવા મળે તેવી સંભાવના છે. વોર્મઅપ મેચમાં તે રમતો જોવા મળ્યો હતો. 2022માં સર્જાયેલા અકસ્માત બાદ પ્રથમ વખત રમતો દેખાયો હતો. આઇપીએલમાં દિલ્હી કેપીટલ્સ વતી માત્ર બેટર તરીકે જ રમશે અને વિકેટકપીંગ નહીં કરે તેમ સૂત્રોએ કહ્યું છે.

અકસ્માત પૂર્વે જે ક્ષમતાથી ઋષભ પંત બેટીંગ કરતો હતો અને દોડી શક્તો હતો તેવી જ ક્ષમતા ફરી હાંસલ કરી લીધી છે. નેટ પ્રેક્ટીસ કર્યા બાદ વોર્મઅપ ગેઇમમાં સામેલ થયો હતો. માર્ગ અકસ્માત બાદ ઋષભ પંત 15 મહિનાથી ક્રિકેટ મેદાનથી દૂર રહ્યો છે.

આ પૂર્વે દિલ્હી કેપીટલ્સના મેચ રીકી પોન્ટીંગે પણ પંત આઇપીએલમાં પાછો ફરી રહ્યાના સંકેત આપ્યા હતા. હવે તે વોર્મઅપ મેચ રમતો જોવા મળ્યો છે જ્યારે ક્રિકેટ મેદાનમાં વાપસી નિશ્ર્ચિત ગણવામાં આવી રહી છે. ઋષભ પંત ભારત વતી 33 ટેસ્ટ, 30 વન-ડે તથા 66 ટી-20 મેચ રમ્યો છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj